Saturday, July 27, 2024
Homeરાજ્યદ્વારકામાં એક આરોપીને ચેક બાઉન્સના બે કેસમાં જેલની સજાનો હુકમ

દ્વારકામાં એક આરોપીને ચેક બાઉન્સના બે કેસમાં જેલની સજાનો હુકમ

- Advertisement -

દ્વારકાના રહીશ મહેશ ઉર્ફે કાનો જેરામભાઈ થોભાણીએ એક કેસના ફરીયાદી સુભાષભાઈને પરત આપવાના થતા રૂ. દશ લાખનો ચેક આપતા બેંક ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાના કારણે આ ચેક બાઉન્સ થયો હતો. જેથી ફરીયાદીએ દ્વારકાની કોર્ટમાં ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ મુજબની ફરીયાદ કરી હતી.

- Advertisement -

આ જ રીતે આ જ આરોપી મહેશ ઉર્ફે કાનો જેરામભાઈ થોભાણી ઉપર આ જ કોર્ટમાં દ્વારકાના અન્ય રહીશ વેપારી સંજય નારદભાઈ રાયઠઠ્ઠાને પણ બે લાખ રૂપિયા પરત આપવા બાબતે આરોપીએ ચેક આપેલ બાદ બેન્ક ખાતામાં ભંડોળ ન હોવાથી તેનો પણ ચેક વણચૂકવ્યો પરત ફર્યો હતો. જેથી તેમણે પણ આ જ પ્રકારે ફરીયાદ કરી હત. આ બાબતે દ્વારકા કોર્ટમાં થયેલી કાર્યવાહી અંતે આરોપી મહેશ ઉર્ફે કાનો જેરામભાઈ થોભાણીને ઉપરોકત બન્ને કેસમાં તકસીરવાન ઠેરવી, દરેક કેસમાં એક-એક વર્ષની જેલ સજા મળી, કુલ બે વર્ષની તથા ફરીયાદીની રકમ 60 દિવસમાં વળતર પેટે ફરીયાદીને ચેકની રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે. આ બન્ને કેસોમાં ફરિયાદીના વકીલ તરીકે જયંત માણેક તથા રામકૃષ્ણ ભાયાણી રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular