Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીય’તો ક્રૂડ-તેલનો ભાવ ફરી સળગશે

’તો ક્રૂડ-તેલનો ભાવ ફરી સળગશે

- Advertisement -

વિશ્વસ્તરે કેટલાક વખતથી નીચા આવેલા ક્રૂડ તેલના ભાવ ફરી ઉંચકાવા લાગ્યા છે ત્યારે આવતા દિવસોમાં ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાનું દબાણ સર્જાવાનો ખતરો ઉભો થયો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધીને 90 ડોલરની નજીક પહોંચી ગયો હતો.

- Advertisement -

ક્રૂડ તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક દ્વારા દૈનિક ઉત્પાદનમાં 10 લાખ બેરલથી વધુનો કાપ મુકવાની વિચારણા શરૂ કરવામાં આવી છે અને તેને પગલે ક્રૂડ તેલ ફરીથી સળગવા લાગ્યું છે. ઓપેક રાષ્ટ્રોની બેઠક વિયેનામાં યોજાવાની છે અને તેમાં આખરી ફેંસલો લેવામાં આવશે.

વૈશ્વિક અર્થતંત્ર ઝડપભેર ધીમુ પડી રહ્યું હોવાના કારણે ઓપેક રાષ્ટ્રો ધારણા કરતા પણ વધુ ઉત્પાદન કાપ મુકે તેવી શક્યતા છે. ક્રૂડના ભાવને ઘટતા રોકવા પણ આ નિર્ણય લેવામાં આવે તેમ છે. ક્રૂડમાં ઉત્પાદનમાં કાપ મુકવામાં આવે તો કોરોના કાળ પછીનો આ સૌથી મોટો ઉત્પાદન કાપ હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular