Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના વિશ્વવિખ્યાત ધન્વન્તરી કેમ્પસમાંથી ચંદનના લાકડાની ચોરી

જામનગરના વિશ્વવિખ્યાત ધન્વન્તરી કેમ્પસમાંથી ચંદનના લાકડાની ચોરી

- Advertisement -

જામનગર શહેરની મધ્યમાં આવેલા વિશ્વવિખ્યાત આયુર્વેદના ધન્વન્તરી કેમ્પસમાં અજાણ્યા શખ્સો દ્વારા ચંદનના બે ઝાડ કાપી નાખ્યા હતાં અને આ પૈકીના અમુક લાકડાની ચોરી પણ કરી ગયા છે. અગાઉ પણ આ કેમ્પસમાંથી ચંદનના લાકડાન ચોરી થઈ હતી. જ્યારે કેમ્પસની સિકયોરિટી ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલી વિશ્વવિખ્યાત આયુર્વેદના ધન્વન્તરી કેમ્પસમાંથી અગાઉ અજાણ્યા તસ્કરો દ્વારા ચંદનના લાકડા કાપીને ચોરી કરવામાં આવી હતી. ત્યારે પણ પોલીસ ફરિયાદની કાર્યવાહી થઈ હતી. જો કે, આ વિશ્વવિખ્યાત કેમ્પસમાં સિકયોરિટી વ્યવસ્થા પણ હોવા છતાં ચંદનના લાકડા કાપીને ચોરી કરીને લઇ જાય ત્યાં સુધી સિકયોરિટીના ધ્યાને કેમ નથી આવતું ? કે પછી આ ચોરીમાં કોઇ સ્ટાફની સંડોવણી રહેલી છે ? દરમિયાન આજે વધુ એક વખત ધન્વન્તરિ કેમ્પસમાંથી ચંદનના બે ઝાડ કાપી નાખવામાં આવ્યાં હતાં અને આ કાપેલા ઝાડમાંથી ચંદનના લાકડાં તસ્કરો ચોરી કરી લઇ ગયા હોવાની શકયતા નકારી શકાતી નથી. ચોરીની જાણ થતા અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતાં અને આ અંગે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular