Friday, December 26, 2025
Homeરાજ્યજામનગરજામનગરની બેંક ઓફ બરોડામાંથી વૃધ્ધની રોકડની ઉઠાંતરી

જામનગરની બેંક ઓફ બરોડામાંથી વૃધ્ધની રોકડની ઉઠાંતરી

રૂા.90000ની રોકડ જમા કરાવવા ગયા : રૂા.45000 જમા કરાવી પાસબુકમાં એન્ટ્રી કરાવતા સમયે તસ્કર રોકડ ચોરી ગયો : પોલીસ દ્વારા તપાસ

જામનગર શહેરના લીમડા લાઇન વિસ્તારમાં રહેતાં નિવૃત વૃધ્ધ રણજીત રોડ બેંક ઓફ બરોડા શાખામાં રોકડ જમા કરાવવા ગયા તે દરમ્યાન જમીન પર રાખેલી થેલી માંથી રૂા.45 હજાર અજાણ્યો તસ્કર નજર ચુકવી ઉઠાંતરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના લીમડા લાઇન શેરી નં.1માં રેહતાં મહેન્દ્રકુમાર દુર્ગાશંકર પંડયા નામના નિવૃત વૃધ્ધ ગુરૂવારે બપોરે રણજીત રોડ પર આવેલી બેંક ઓફ બરોડા શાખામાં રૂા.90 હજારની રોકડ જમા કરાવવા ગયા હતાં. ત્યારે તેની પત્નીના જોઇન્ટ એકાઉન્ટમાં રૂા.45 હજાર જમા કરાવી પત્નીના ખાતામાં પેનશન જમા થયું કે નહીં અને પાસબુકમાં એન્ટ્રી કરાવવા કાઉન્ટર ઉપર ઉભા હતાં ત્યારે જમીન પર રાખેલી થેલીમાંથી રૂા.45 હજારની રોકડ અજાણ્યો તસ્કર નજર ચુકવી ઉઠાંતરી કરી ગયો હતો. વૃધ્ધ દ્વારા પાસબુકમાં એન્ટ્રી કરાવ્યા બાદ થેલી તપાસતા તેમાંથી રોકડ ચોરાઇ ગઇ હોવાનું જણાયું હતું.

ત્યારબાદ વૃધ્ધ દ્વારા જાણ કરાતા હેકો.જે.એચ.મકવાણા તથા સ્ટાફે મહેન્દ્રકુમાર પંડયાના નિવેદના આધારે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular