Tuesday, January 13, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં કન્સ્ટ્રકશન સાઈટ પરથી માલ-સામાનની ચોરી

જામનગર શહેરમાં કન્સ્ટ્રકશન સાઈટ પરથી માલ-સામાનની ચોરી

મધ્યરાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટકયા : વાયરના 13 બંડલ અને નળની ચોરી : પોલીસ દ્વારા તપાસ

જામનગર શહેરમાં પવનચકકી પાસે એમ.જે. પાર્ક વિસ્તારમાં નવા બનતા ટેર્નામેન્ટની બહાર પાર્કિંગમાંથી ઈલેકટ્રીક વાયર અને સ્ટીલ તથા પીતળનો સામાન મળી અડધા લાખના સામાનની ચોરી કરી ગયા હતાં.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં પવનચકકી વિસ્તારમાં આવેલા એમ.જે. પાર્કમાં રામભાઈ હસમુખભાઈ ગજરા નામના વેપારી યુવાન દ્વારા તેનો નવો ટેર્નામેન્ટ બનાવતા હતા આ કન્સ્ટ્રકશન સાઈટ પરથી ગત તા. 2 ના મધ્યરાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ પાર્કિંગમાં રાખેલા રૂા.52 હજારની કિંમતના 13 ઈલેકટ્રીક બંડલ વાયર અને રૂા.6000 ની કિંમતના સ્ટીલ તથા પીતળના 12 કિલો નળ રાખેલું બાંચકુ મળી કુલ રૂા. 58 હજારની કિંમતનો સામાન ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ પી.ડી. બુડાસણા તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular