જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામના પાટીયા નજીક આવેલા ઝુંપડામાંથી રોકડની અજાણ્યો તસ્કર ચોરી કરી ગયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામના પાટીયા પાસે ઝુંપડામાં રહેતી અને તરબુચનો વેપાર કરતી કાજલ રાઠોડ નામની યુવતીના ઝુંપડામાંથી મંગળવારે રાત્રિના સમયે અજાણ્યો તસ્કર ચોરી કરવાના ઈરાદે ઝુંપડામાં પ્રવેશ્યો હતો અને આશરે 20 થી 25 ની ઉંમરના તસ્કરે ઝુંપડામાં રાખેલા કપડાની પેટીમાંથી રૂા.6 હજારની રોકડ રકમની ચોરી કરી નાશી ગયો હતો. ત્યારબાદ આ બનાવ અંગે કાજલે પોલીસમાં જાણ કરતા એએસઆઈ એ.બી. સપિયા તથા સ્ટાફે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પસાયા બેરાજામાં ઝુંપડામાંથી રોકડ રકમની ચોરી
આશરે 25 વર્ષના તસ્કર કળા કરી ગયો : રાત્રિના સમયે 6 હજારની રોકડ રકમની ચોરી


