જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસેના રોડ પર મંડપમાંથી ગરમ કપડાનું વેંચાણ કરતા યુવાન સહિતના ત્રણ વેપારીઓનો રૂા.55 હજારની કિંમતનો સ્વેટર-રજાઈ-બ્લેન્કેટ સહિતનો સામાન અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં.
ચોરીના બનાવની વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશના વતની અને જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે રોડ પર મંડપ નાખી ગરમ કપડાનું વેંચાણ કરતા દુર્ગાભાઈ બંજારા નામના યુવાનના મંડપમાંથી ગત તા.8 ની મધ્યરાત્રિના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ રૂા.35 હજારની કિંમતના 50 નંગ સ્વેટર-રજાઈ-બ્લેન્કેટનો સામાન ચોરી કરી ગયા હતાં. તેમજ બાજુમાં રહેલા ઈન્દરસીંગના મંડપમાંથી રૂા.15 હજારની કિંમતના 35 નંગ તથા બાજુમાં આવેલી પ્રફુલ્લભાઈની રેંકડી સહિત કુલ રૂા. 55 હજારની કિંમતનો સામાન ચોરી કરી ગયા હતાં. આ અંગેની જાણ કરતા પીએસઆઈ વી ડી બરસબીયા તથા સ્ટાફે દુર્ગાભાઈના નિવેદનના આધારે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.