Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરતસ્કરો બેકાબુ : ધ્રોલમાં વેપારીના મકાનમાં અને બેડમાં પાનની દુકાનમાં ચોરી

તસ્કરો બેકાબુ : ધ્રોલમાં વેપારીના મકાનમાં અને બેડમાં પાનની દુકાનમાં ચોરી

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં તસ્કરોની રંજાડ 2024 લોકસભાની ચૂંટણી જાહેર થયા પછી અનેકગણી વધી ગઈ છે જિલ્લામાં એક પછી એક ચોરીના બનાવો બની રહ્યા છે. જેના કારણે હાલારવાસીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. દરમિયાન ધ્રોલ ગામમાં ખારવા રોડ પર આવેલા વેપારીના બંધ મકાનમાંથી અજાણ્યા તસ્કરોએ તાળા તોડી ડે્રસીંગ ટેબલમાં રાખેલા રૂા.45 હજારની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. જ્યારે બેડ ગામમાં આવેલી પાનની દુકાનની બારી તોડી તસ્કરો રોકડ રકમ ઉસેડી ગયા હતાં.

- Advertisement -

ચોરીના બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં એક માસથી તસ્કોરોનો તરખાટ દિવસને દિવસે ચિંતાજનક રીતે વધતો જાય છે. પોલીસની ધાક ઓસરતી જતી હોય તેમ ચોરીના બનાવો અવિરત બની રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવતું પેટ્રોલિંગ કેટલું અસરકારક હશે તે અંગે અનેક તર્ક – વિતર્ક થઈ રહ્યા છે. જામનગર શહેરના મુખ્ય કહી શકાય એવા તીનબતી ચોક ખોડિયાર કોલોની રોડ જેવા વિસ્તારોમાં પણ તસ્કરો એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા હતાં. હાલમાં જ થયેલી આ દુકાનોમાં ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં ચોરીની વધુ બે ઘટના સામે આવી છે. જેમાં પ્રથમ ઘટના ધ્રોલ ગામમાં ખારવા રોડ પર આવેલી ઉમિયા સોસાયટીમાં રહેતા વેપારી સંદિપભાઈ ભીમજીભાઈ કાનાણીના મકાનમાં ગત તા.16 ની રાત્રિથી તા.17 ના સવારે 04:30 વાગ્યા સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી નીચેના રૂમમાં રહેલા ડ્રેસીંગ ટેબલ ઉપર કાળા પર્સમાં રાખેલા કારખાનાના હિસાબના 45 હજારની રોકડ રકમ તસ્કરો ચોરી કરી ગયા હતાં. બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઈ પી.જી. પનારા તથા સ્ટાફે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.

જામનગર તાલુકાના બેડ ગામમાં રહેતાં આરિફભાઈ યુસુફભાઈ છત્રા નામના વેપારીની ગામના પાટીયા પાસે આવેલી તીરૂપતિ પાન નામની દુકાનમાં ગત તા. 22 ના રાત્રિના 9:30 થી તા.23 ના સવારે 05:30 વાગ્યા સુધીના અરસામાં અજાણ્યા તસ્કરો દુકાનની બારી તોડી અંદર પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલી રૂા.9000 ની રોકડ રકમ ચોરી કરી પલાયન થઈ ગયો હતો. ચોરીના બનાવ અંગેની દુકાનદાર દ્વારા કરાયેલી જાણના આધારે પીએસઆઈ આર.એચ. બાર તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular