આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના મેડી પ્રાથમિક શાળામાં ગત તા.10 થી 12 સુધીના ત્રણ દિવસના સમય દરમિયાન અજાણ્યા તસ્કરે દરવાજાના તાળા તોડી શાળામાં રાખેલું રૂા.4500 ની કિંમતનું સરકાર દ્વારા ફાળવેલું લેનોવા કંપનીનું ટેબલેટ ચોરી કરીના બનાવ અંગે આચાર્ય કિંજલબેન શાહ દ્વારા જાણ કરાતા હેકો સી.જે. જાડેજા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.