જામનગર શહેરમાં પીડબલ્યુડીની ઓફિસ પાસે સ્ટાર ગેલેકસી બીલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલા ગોડાઉનનું શટ્ટર તસ્કરોએ ઉંચુ કરી અંદર પ્રવેશ કરી જુદી જુદી સાઈઝના ઇલેકટ્રીક વાયરના રૂા.1,96,500 ની કિંમતના 50 બંડલની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં પીડબલ્યુડીની ઓફિસ પાસે સ્ટાર ગેલેકસી બીલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરમાં બિલ્ડર નવીનભાઈ ઝવેરીના ગોડાઉનમાં તસ્કરોએ શટ્ટર ઉંચુ કરી રૂા.6,600 ની કિંમતના એક એવા 4 એમ.એમ.ના ઇલેકટ્રીક વાયરના 20 બંડલ કુલ રૂા.1.32 લાખ તથા 40,500 ની કિંમતના 1.5 એમ.એમ.ના 2700 નું એક એવા 15 બંડલ તેમજ રૂા.24,000 ની કિંમતના 1 એમ.એમ.ના 1600 ની કિંમતના એક એવા 15 બંડલ સહિત કુલ રૂા.1,96,500 ની કિંમતના 50 બંડલ ઈલેકટ્રીક વાયર તસ્કરો ચોરી કરી ગયા હતાં. ચોરીના બનાવ અંગેની બિલ્ડર નવીનભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.