તસ્કરો મકાનના તાળા તોડી 2,18,000 ના દાગીના તથા 22,000 રોકડ ચોરી ગયા : પોલીસ દ્વારા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે તપાસ
જામનગર શહેરમાં મેહુલનગરમાં આઈ.ઓ.સી. કોલોની વિસ્તારમાં રહેતાં કસ્ટમ ખાતાના સુપ્રીટેન્ડેંન્ટના મકાનના તસ્કરોએ તાળા તોડી ઘરમાં પ્રવેશી કબાટમાંથી રૂા.22,000 ની રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના સહિત રૂા.2,40,000 ની માલમતા ચોરી કરી ગયા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં મેહુલનગરમાં આઈ.ઓ.સી. કોલોનીમાં મકાન નં 21/બી-2માં રહેતાં અને કસ્ટમ ખાતાના સુપ્રીટેનડેંન્ટ સુજીતકુમાર સુભાષકુમાર સિન્હાના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને દરવાજાનું તાળું/નકૂચા તોડી મકાનમાં પ્રવેશી કબાટમાં રાખેલા રૂા. 2,10,000 ની કિમતના સોના ના દાગીના, રૂા 8000 ની કિમતના ચાંદીના દાગીના તથા રૂા 22,000ની રોકડ મળી કુલ રૂા.2,40,000ની માલમતાની ચોરી કરી ગયા હતાં.
આ ચોરીના બનાવની સુજીતકુમાર દ્વારા જાણ કરતાં પીએસઆઈ આર.એલ.ઓડેદરા તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા તપાસ આરંભી હતી..