જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા મોહનનગર નજીક રીક્ષા ચલાવતા યુવાન ચાલકને એકાએક ચકકર આવતા પડી જવાથી ઈજા પહોંચતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી રંગમતિ સોસાયટીમાં રહેતા અને રીક્ષા ચલાવતા ઈબ્રાહિમભાઈ અસગરહુશેન બુખારી (ઉ.વ.37) નામના યુવાન ગત તા.9 ના રોજ રાત્રિના સમયે તેની રીક્ષામાં ગુલાબનગર વિસ્તારમાં મોહાનગરમાંથી પસાર થતો હતો તે દરમિયાન ચાલુ રીક્ષાએ એકાએક ચકકર આવતા પડી જતાં માથામાં ઈજા પહોંચતા બેશુદ્ધ થઈ ગયો હતો. ત્યારબાદ યુવાનને બેશુદ્ધ હાલતમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ફૈઝલ બુખારી દ્વારા જાણ કરાતા હેકો એન.એફ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથધરી હતી.


