લાલપુર તાલુકાના મીઠોઇ ગામમાં રહેતાં યુવાનને ગામના પાટીયા નજીક પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસે હડફેટે લઇ ચગદી નાખતા ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ યુવાનનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મીઠોઇ ગામમાં રહેતાં ભગીરથસિંહ ભીખુભા જાડેજા (ઉ.વ.28) નામનો યુવાન ગુરૂવારે સાંજના સમયે મીઠોઇ ગામના પાટીયા પાસેથી જતો હતો. તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલી દ્વારકાધીશ ટ્રાવેલ્સની જીજે-03-એઝેડ-5972 નંબરની લકઝરી બસના ચાલકે યુવાનને પાછળથી ઠોકર મારી હડફેટે લઈ ચગદી નાખતા યુવાનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવન બાદ બસચાલક નાશી ગયો હતો. ત્યારબાદ બનાવ અંગેની વિક્રમસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા હેકો એલ.જી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી બસચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.