Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયવિશ્વમાં સૌ પ્રથમ અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર મેટાવર્સમાં ભણાવશે

વિશ્વમાં સૌ પ્રથમ અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર મેટાવર્સમાં ભણાવશે

સાત વર્ષની સફળતાના સીમાચિન્હનરૂપે અત્યાધુનિક ટેકનોલોજી સુસજ્જ કેન્દ્ર બન્યું

ભારતના યુવાધનને રાષ્ટ્રનિર્માણમાં યોગદાનના ઉદ્દેશથી અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર (ASDC) ની સ્થાપના 16 મે, 2016ના રોજ કરવામાં આવી હતી. બિન-લાભકારી સંસ્થા તરીકે રોજગારલક્ષી તાલીમ થકી ASDCએ સાત વર્ષની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સિમાચિહ્નને વધાવવા ફાઉન્ડેશને વિશ્વમાં સૌપ્રથમવાર મેટાવર્સમાં બે અભ્યાસક્રમો શરૂ કર્યા છે. ASDC વર્ટિકલ ભવિષ્ય માટે તૈયાર વ્યાવસાયિકોને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી તાલીમ આપવાના મિશનને સતત આગળ ધપાવી રહ્યું છે.

- Advertisement -

મેટાવર્સ સાથે  ASDC એક આકર્ષક તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે જેમાં વર્ચ્યુઅલ ક્લાસરૂમ્સ દ્વારા જ્ઞાન, કૌશલ્ય અને ટેક્નોલોજીના સમન્વયથી ઉત્તમ શિક્ષણ મળે છે. રાષ્ટ્રીય તાકીદને ધ્યાને રાખી ASDC એ નવા કોર્સીસમાં આરોગ્ય અને હોસ્પિટલ ઉદ્યોગને મદદરૂપ થતા જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ (GDA) અને ફાયર સેફ્ટી જેવા અભ્યાસક્રમોને પ્રાથમિકતા આપી છે. ભવિષ્યમાં વધુ અભ્યાસક્રમો આ જ રીતે મેટાવર્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં વર્ચ્યુઅલ રિયાલિટી (VR) હેડસેટ દ્વારા શીખનારાઓના રોમાંચની કલ્પના કરો જ્યાં તેઓ અભ્યાસક્રમને ભણીને હેન્ડ-ઓન પ્રવૃત્તિઓનો અભ્યાસ પણ મેટાવર્સમાં કરે છે. તાલીમાર્થીઓને પસંદગીના વિષયની ઊંડી સમજ ધરાવતી આ ટેકનોલોજી એક ગેમ-ચેન્જર છે. ભારતના 13 રાજ્યોમાં 40 અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્રો પરના વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમો માટે મેટાવર્સમાં નોંધણી કરાવી શકશે.

- Advertisement -

ટેકનોસેવી તાલીમ આપવામાં અગ્રેસર ASDC વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે આ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવશે. કોઈપણ વ્યક્તિ આ અભ્યાસક્રમો માટે ઑનલાઇન નોંધણી કરાવી કમ્પ્યુટર/લેપટોપમાં શીખી શકે છે. એટલું જ નહી, VR હેડસેટની વિના પણ વર્ચ્યુઅલ ક્લાસરૂમનો અનુભવ કરી શકાશે.

અદાણી SAKSHAM આજના ઉદ્યોગોની જરૂરિયાતો અનુસાર કોર્સીસ ઓફર કરે છે. જેમાં અદ્યતન તકનીકો દ્વારા કૌશલ્ય-વિકાસના અભ્યાસક્રમો, વેલ્ડીંગ માટે ઓગમેન્ટેડ રિયાલિટી અને ક્રેન ઓપરેશન માટે સિમ્યુલેશન-આધારિત સોફ્ટવેર વગેરેનો સમાવેશ થાય છે. મેટાવર્સમાં કૌશલ્ય વિકાસ કેન્દ્રનો શુભારંભ એ જ દિશામાં આગોતરી પહેલ છે. સાત વર્ષના ટૂંકા ગાળામાં અદાણી SAKSHAM એ 1.25 લાખ તાલીમાર્થીઓને કાર્યકુશળ બનાવ્યા છે. જે પૈકી 56,000 થી વધુ રોજગારી, સ્વરોજગારી કે ઉદ્યોગ સાહસીક બની કારકીર્દી ઘડી રહ્યા છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular