Saturday, July 27, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં જંત્રીના દરો રિવાઇઝ કરવાની કામગીરી સતત ‘પડતર’ છે !

ગુજરાતમાં જંત્રીના દરો રિવાઇઝ કરવાની કામગીરી સતત ‘પડતર’ છે !

- Advertisement -

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પૂર્ણ થઇ જાય પછી ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરો રિવાઇઝ કરવામાં આવશે. શકયતા એવી છે કે, માર્ચના અંતમાં અથવા એપ્રિલ મહિનામાં આ કાર્યવાહી થશે. અત્રે નોંધનીય છે કે, છેલ્લે 2011માં જંત્રીના દરો જાહેર કરવામાં આવ્યાં હતાં. પાછલાં 10 વર્ષથી આ દરોની સમીક્ષા કરવામાં આવી નથી.

- Advertisement -

દરમ્યાન 2018ના માર્ચ મહિનામાં ‘કેગ’ દ્વારા બનાવવામાં આવેલાં રિપોર્ટમાં જણાવાયું હતું કે, જંત્રીના દરો રિવાઇઝ કરવામાં આવ્યા ન હોય ગુજરાત સરકારને મોટું નાણાંકીય નુકશાન થઇ રહ્યું છે. આ ઉપરાંત વિધાનસભાની જાહેર હિસાબ સમીતીએ ગુજરાત સરકારને જંત્રીના દરો રિવાઇઝ કરવા અંગે ભલામણ કરવામાં આવી હતી. જો કે, ગુજરાત સરકારે આ ભલામણને આજની તારીખ સુધી ધ્યાનમાં લીધી નથી. તાજેતરમાં સુપ્રિમ કોર્ટ દ્વારા આ મુદ્દે ગુજરાત સરકારને નોટીસ આપવામાં આવ્યાં પછી, સરકારમાં આ મુદ્દે સળવળાટ જોવા મળે છે પરંતુ ચૂંટણીઓ ચાલી રહી હોય હજૂ થોડા સપ્તાહો પછી સરકાર જંત્રીના દરો રિવાઇઝ કરશે એમ જણાવા મળે છે.

હાલમાં જંત્રીના જે દરો અમલમાં છે તે દરો જંત્રીનો અમલ થયાં પહેલાં બે વર્ષ અગાઉ કરવામાં આવેલાં સર્વે પર આધારિત છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સરકારના રેવન્યુ વિભાગે સરકારને આ કામગીરી અંગે વિનંતી કરેલી છે. પરંતુ ગુજરાતમાં કેટલાંક લોકો દ્વારા જંત્રીના રિવાઇઝ દરોનો વિરોધ થશે. એવાં અનુમાન સાથે રાજકીય કારણોસર સરકારે જંત્રીના દરો રિવાઇઝ કરવાની કામગીરી હજૂ સુધી કરી નથી.

- Advertisement -

તાજેતરમાં સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને આ મુદ્દે નોટીસ આપી હતી અને સરકારને છ અઠવાડિયામાં અદાલતમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે.

આ ઉપરાંત સુત્રોએ એમ પણ જણાવ્યું છે કે,જંત્રીના દરો સરકાર દ્વારા સંપાદિત થતી જમીનો પર પણ લાગુ પડતાં હોય હાલની સ્થિતિમાં સંપાદનની કામગીરીમાં વિલંબ જોવા મળી રહ્યો છે. અત્રે એ પણ નોંધનીય છે કે, દરેક શહેરની બહારમાં નવા વિકસતા વિસ્તારોમાં નવા જંત્રી દર લાગુ કરવામાં આવે તો સરકારને કરોડો રૂપિયાની આવક થઇ શકે. હાલમાં સરકાર આ પ્રકારની આવક ગુમાવી રહી છે.

- Advertisement -

સુત્રોના જણાવ્યા પ્રમાણે, જયાં સુધી સુપ્રિમ કોર્ટ દ્વારા આ મુદ્દે ગુજરાત સરકારને ફાઇનલ આદેશ આપવામાં આવશે નહીં ત્યાં સુધી સરકાર આ મામલામાં આગળ વધે એવું કશું હાલ દેખાતું નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular