જામનગરમાં મયુરનગર વામ્બે આવાસમાં રહેતાં પ્રૌઢને દારૂ પીવાની કુટેવ હોય જેથી પત્નીએ દારૂ પીવાની ના પાડયાનું મનમાં લાગી આવતા તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સાતુદડ ગામના વતની અને હાલ જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસે મયુરનગર વામ્બે આવાસમાં પ્લોટ નંબર-20 અને રૂમ નંબર-21 માં રહેતાં જગદીશસિંહ પંચાણજી જાડેજા (ઉ.વ.50) નામના પ્રૌઢને દારૂ પીવાની કુટેવ હતી અને આ કુટેવ સંદર્ભે પત્નીએ દારૂ પીવાની ના પાડી હતી. જેથી પત્નીના કહેણનું મનમાં લાગી આવતા પતિ જગદીશસિંહે રવિવારે સવારે તેના ઘરે રૂમના પંખાના હુંકમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બનાવ અંગેની નાથીબેન દ્વારા જાણ કરવામાં આવતા એએસઆઈ ડી. જે. જોશી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.


