Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરલ્યો બોલો... પત્ની અને બે પુત્રોએ પિતાને ફડાકા ઝીંકી લમધાર્યા

લ્યો બોલો… પત્ની અને બે પુત્રોએ પિતાને ફડાકા ઝીંકી લમધાર્યા

- Advertisement -

લાલપુર ગામમાં આવેલા ધરારનગર વિસ્તારમાં રહેતાં સંયુકત પરિવારના કૌટુંબિક વચ્ચે લાઈટ બીલ ભર્યુ ન હોવાથી જીઈબીવાળા કનેકશન કાપી જતા મહિલા સહિતના ત્રણ શખ્સોએ યુવાન ઉપર હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, લાલપુર ગામમાં આવેલા ધરારનગર વિસ્તારમાં રહેતાં જુમાભાઈ નુરમામદભાઈ ચૌહાણ તેમના પરિવાર સાથે રહેતાં હતાં પરંતુ પત્ની રહેમતબેન અને બાળકો એક જ મકાનમાં અલગ અલગ રહેતાં હતાં. દરમિયાન મકાનનું સંયુકત મીટર હોવાથી લાઈટ બીલ ભરવાનું બાકી હોવાને જીઈબીવાળા વીજકનેકશન કાપી ગયા હતાં. જે બાબતનો ખાર રાખી આશિફ જુમા ચૌહાણ, તૌસિફ જુમા ચૌહાણ, રહેમતબેન જુમા નુરમામદ ચૌહાણ સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી પતિ અને પિતા એવા જુમાભાઇ ઉપર પત્ની તથા પુત્રોએ આડેધડ ઢીકાપાટુનો માર મારી ફડાકા ઝીંકી ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી.હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હેકો એન.પી. વસરાએ જુમ્માભાઈના નિવેદનના આધારે તેની પત્ની અને બે પુત્રો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular