Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરપત્રકારે અપશબ્દો બોલી ધમકી આપતા ચોકીદારે ઓલઆઉટ ગટગટાવ્યું

પત્રકારે અપશબ્દો બોલી ધમકી આપતા ચોકીદારે ઓલઆઉટ ગટગટાવ્યું

પત્રકારે બિલ્ડર વિરૂધ્ધ મહાનગરપાલિકા અને કલેકટરમાં બાંધકામ બાબતે ખોટી અરજીઓ કરી : ચોકીદારે નોકરી મૂકવાની ના પાડતા પત્રકારે ધમકી આપી : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર શહેરના બિલ્ડર વિરૂધ્ધ મહાનગરપાલિકા અને કલેકટર ઓફિસમાં બાંધકામ બાબતે ખોટી અરજી કરી પત્રકારે ચોકીદાર કરતા યુવાનને નોકરી મૂકી દેવાનું કહેતાં ચોકીદારે નોકરી મૂકવાની ના પાડતા ધમકી આપતા મનમાં લાગી આવતા યુવાને ઓલઆઉટ પી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના ગુલાબનગર રવિ પાર્ક વિસ્તારમાં રહેતાં અને સંજયભાઈ પ્રજાપતિ નામના બિલ્ડરને ત્યાં ચોકીદારી કરતાં અબ્દુલભાઈ જોખીયા નામના યુવાન તેના ઘરે મચ્છર મારવાનું ઓલઆઉટ પી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ અંગેની જાણ થતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફને ચોકીદાર અબ્દુલભાઈએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘હાજી શેરમામદ દોદાણી નામનો પત્રકાર બિલ્ડર સંજયભાઈ પ્રજાપતિ વિરૂધ્ધ મહાનગરપાલિકા અને કલેકટર ઓફિસમાં બાંધકામ બાબતની ખોટી અરજી કરતો હતો અને બિલ્ડરને ત્યાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા અબ્દુલભાઈને નોકરી મૂકી દેવાનું જણાવતા તેણે નોકરી મૂકવાની ના પાડતા પત્રકારે ચોકીદારને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે મનમાં ખોટું લાગી આવતા ચોકીદાર અબ્દુલએ મચ્છર મારવાનું ઓલઆઉટ પી ગયો હોવાનું જણાવ્યું હતું.’ જેના આધારે પોલીસે હાજી દોદાણી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular