Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરઈન્દીરા માર્ગ પર ચાલતા કામમાં ટ્રક ફસાયો...પ્રતિબંધ છતાં કઈ રીતે આવ્યો ટ્રક?

ઈન્દીરા માર્ગ પર ચાલતા કામમાં ટ્રક ફસાયો…પ્રતિબંધ છતાં કઈ રીતે આવ્યો ટ્રક?

કામના સ્થળે કોન્ટ્રાકટરની બેદરકારી : સાઈનબોર્ડનો અભાવ

- Advertisement -

જામનગરમાં ઈન્દીરા માર્ગ પર ચાલતા ફલાયઓવરના કામને કારણે માર્ગ નીચેથી પસાર થતી વોટર વર્કસની મેઈન લાઈન શિફટ કરવાની થતી હોય, જામ્યુકો દ્વારા ચાલતી આ કામગીરી દરમિયાન અહીંથી ગેરકાયદે પસાર થયેલો એક ભારે ટ્રક ખોદાણને કારણે પોલા બનેલા માર્ગમાં ફસાઈ જતાં ભારે ટ્રાફિકજામ અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

- Advertisement -

દરમિયાન અહીં ચાલતા કામ પર કોન્ટ્રાકટરની બેદરકારી પણ સામે આવી હતી. ચાલુ કામ દરમિયાન ફરજિયાતપણે રાખવાના થતા સાઈનબોર્ડ રાખવામાં આવ્યા નથી. જ્યારે આ માર્ગ પર ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ હોવા છતાં આ ટ્રક અહીં કેવી રીતે આવ્યો ? તે પણ એક પ્રશ્ન છે. આ અંગે ઈન્ચાર્જ સીટી ઈજનેર ભાવેશ જાનીનો ‘ખબર ગુજરાત’ દ્વારા સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ફલાય ઓવરના કામને કારણે પાણીની લાઈન, વીજલાઈન સહિતની અનેક કામગીરી આ માર્ગ પર કરવાની થાય છે. એટલા માટે જ આ માર્ગ પર ભારે વાહનોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય વાહનચાલકોની સલામતિ માટે આડસ અને સાઈનબોર્ડ મૂકવા માટે કોન્ટ્રાકટરને સખ્ત સૂચના આપી દેવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular