Monday, December 23, 2024
Homeરાજ્યલ્યો બોલો.... ટ્રાન્સફોર્મર ઉતારી વાયર અને ઓઇલ ચોરી ગયા

લ્યો બોલો…. ટ્રાન્સફોર્મર ઉતારી વાયર અને ઓઇલ ચોરી ગયા

- Advertisement -

લાલપુર તાલુકાના ઝાખર ગામમાં ફાટક પાસેની ખુલ્લી જગ્યામાં ઈલેકટ્રીકના થાંભલા ઉપર રહેલું વીજ ટ્રાન્સફોર્મર અને ઓઇલ સહિતનો સામાન ચોરી કરી ટ્રાન્સફોર્મરમાં તોડફોડ કર્યાના બનાવમાં પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ઝાખર ગામના ફાટકથી આગળ આવેલા નકલંક ધામ મંદિર પાસેની ખુલ્લી જગ્યામાં રહેલા પીજીવીસીએલના ઈલેકટ્રીક થાંભલામાં રહેલું તોસીબા કંપનીનું વીજ ટ્રાન્સફોર્મર અજાણ્યા તસ્કરોએ થાંભલા ઉપરથી નીચે ઉતારી તેમાં રહેલા રૂા.7800 ની કિંમતના 12 કિલો કોપર વાયર અને 1800 ની કિંમતનું 15 લીટર ઓઇલ મળી કુલ રૂા.9600 ની કિંમતનો સામાન ચોરી કરી ગયા હતાં તેમજ વીજ ટ્રાન્સફોર્મરમાં તોડફોડ કરી રૂા.40 હજારનું નુકસાન પહોંચાડયું હતું. આ બનાવ અંગેની કર્મચારી હેમતભાઈ માણેક દ્વારા જાણ કરાતા હેકો એલ.જી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular