Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયસપ્ટેમ્બરમાં નિકાસમાં વધારો છતાં વેપાર ખાધ વધી

સપ્ટેમ્બરમાં નિકાસમાં વધારો છતાં વેપાર ખાધ વધી

સપ્ટેમ્બરમાં દેશની નિકાસ 4.82 ટકા વધીને 35.45 અબજ ડોલર નોંધવામાં આવી હતી. બીજી તરફ દેશની વેપાર ખાધ વધીને 26.71 અબજ ડોલરે પહોંચી ગઇ છે તેમ વાણિજય મંત્રાલય દ્વારા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -

સપ્ટેમ્બરમાં આયાત 8.66 ટકા વધીને 61.61 અબજ ડોલર નોંધવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે સપ્ટેમ્બર, 2021માં વેપાર ખાધ 22.47 અબજ ડોલર હતી. એપ્રિલથી સપ્ટેમ્બર, 2022 સુધીના ગાળામાં નિકાસ 16.96 અબજ ડોલર વધીને 231.88 અબજ ડોલર નોંધવામાં આવી છે. આ જ સમયગાળામાં આયાત 38.55 ટકા વધીને 380.34 અબજ ડોલર નોંધવામાં આવી હતી. આ જ સમયગાળામાં વેપાર ખાધ 148.46 અબજ ડોલર નોંધવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular