Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરસાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત

સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત

- Advertisement -

કલ્યાણપુરના લાંબા ગામમાં રહેતી યુવતીએ તેણીના સાસરિયાના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આત્મહત્યાના બનાવમાં મૃતકના પિતા દ્વારા સાસરિયાઓ વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાની નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતી મનિષાબેન શૈલેષભાઈ ચાવડા (ઉ.વ.26) નામની પરિણીત યુવતીએ ગત બુધવારના રોજ પોતાના સાસરિયાના રહેણાક મકાનમાં ગળાફાંસો ખાઇ લેતા તેણીનું મૃત્યુ નીપજયું હતું. જે સંદર્ભે ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા મૃતકના પિતા રામશીભાઈ દેવાતભાઈ વારોતરીયાએ લાંબા ગામે રહેતા મનિષાબેનના પતિ શૈલેષભાઈ હરદાસભાઈ ચાવડા તથા સાસુ જેતીબેન હરદાસભાઈ ચાવડા સામે કલ્યાણપુર પોલીસ મથકમાં પોતાની પુત્રીને મરી જવા માટે મજબૂર કરવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

રામશીભાઈ વારોતરીયા દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ મનિષાબેનને થોડા સમય પૂર્વે પુત્રીનો જન્મ થતા સાસરિયાઓએ- ‘અમારે દીકરો જોઈતો હતો. તને કાંઈ કામ આવડતું નથી. તું કામમાં ધીમી છો. તને કોઈ જાતની ખબર પડતી નથી’ – વિગેરે બાબતો કહીને અસહ્ય શારિરીક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેના કારણે મનિષાબેન મરી જવા માટે મજબૂર બની હતી.

આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે માતા-પુત્ર સામે આઈ.પી.સી. કલમ 306 498(અ) તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીની રાહબરી હેઠળ પીએસઆઈ ઓફ.બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular