Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં ત્રીજી લહેર શરુ ! : 7 મહિના બાદ આજે કોરોનાના સૌથી...

દેશમાં ત્રીજી લહેર શરુ ! : 7 મહિના બાદ આજે કોરોનાના સૌથી વધુ કેસ નોંધાતા ફફડાટ

- Advertisement -

દેશભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 58 હજાર 97 નવા કેસની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન 534 લોકોના મોત થયા છે અને 15 હજાર 389 કોરોના દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 4 લાખ 82 હજાર 551 લોકોના મોત થયા છે. હાલ દેશમાં 2 લાખ 14 હજાર 4 સક્રિય કેસ છે. દેશમાં 7મહિના બાદ આજે કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લે 19 જુલાઈ 2021ના રોજ 58 હજાર 588 કેસ નોંધાયા હતા.

- Advertisement -

તમને જણાવી દઈએ કે, ગઈકાલે દેશમાં 37 હજાર 379 નવા કોરોના કેસ નોંધાયા હતા જ્યારે 124 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પછી દેશમાં કોવિડ-19ના કુલ કેસ વધીને 3 કરોડ 49 લાખ 60 હજાર 261 થઈ ગયા છે. જ્યારે આ મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 82 હજાર 14 થઈ ગઈ છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કુલ 2135 કેસ નોંધાયા છે.

સૌથી વધુ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં 18,466 કેસ, બંગાળમાં 9,073 કેસ, દિલ્હીમાં 5,481, કેરળમાં 3,640, તામિલનાડુમાં 2,731, કર્ણાટકમાં 2,479 તો  તો ગુજરાતમાં 2,265 કેસ નોંધાયા છે. દિલ્હીમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે પ્રતિબંધો વધુ કડક કરવામાં આવ્યા છે. રાજ્યમાં હવે વીકેન્ડ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે, એટલે કે શનિવાર અને રવિવારે કર્ફ્યૂ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular