Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સૂર્યનારાયણનો આકરો મિજાજ તાપમાન 36.5 ડિગ્રીએ પહોંચ્યું

જામનગરમાં સૂર્યનારાયણનો આકરો મિજાજ તાપમાન 36.5 ડિગ્રીએ પહોંચ્યું

બપોરના સમયે આકરા તાપથી શહેરીજનો પરેશાન : આઇસ્ક્રીમ, શેરડીનો રસ, ઠંડા પીણાની માંગ વધી

- Advertisement -

જામનગર શહેરમાં ગરમીનો માહોલ શરૂ થઇ ચૂકયો છે, પ્રથમ વખત તાપમાન 36.5 ડિગ્રી સુધી પહોંચી જતાં શહેરીજનો આકરી ગરમીથી અકળાઇ ઉઠયા હતા. બપોરના સમયે આકરા તાપનો લોકોને સામનો કરવો પડયો હતો.ુ

- Advertisement -

રંગોનું પર્વ હોળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ફાગણ મહિનામાં જ ગરમીનો માહોલ શરૂ થઇ ચૂકયો છે. આ વર્ષે લાંબા સમય સુધી શહેરીજનોએ ઠંડીનો સામનો કર્યા બાદ માર્ચ મહિનાના અંતમાં જ આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. ગઇકાલે સૂર્યનારાયણનો આકરો મિજાજ લોકોને જોવા મળ્યો હતો. ખાસ કરીને બપોરના સમયે આકરો તાપ જોવા મળ્યો લૂ વર્ષાથી શહેરીજનો પરેશાન થયા હતા. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ મહતમ તાપમાન 36.5 ડિગ્રી, લઘુતમ તાપમાન 18.5 ડિગ્રી હવામાં ભેજનું પ્રમાણ 78 ટકા નોંધાયું હતું.

જામનગર શહેર ઉપરાંત ધ્રોલ, જોડિયા, જામજોધપુર, લાલપુર, ફલ્લા, કાલાવડ સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ ગરમી જોવા મળી હતી. ખાસ કરીને ખેડૂતો આકરા તાપથી પરેશાન થયા હતા. હવામાન વિભાગ દ્વારા પણ આગામી સમયમાં વધુ ગરમીની આગાહી કરવામાં આવી છે. ઉનાળાના પ્રારંભ સાથે જ આકરી ગરમી અને તાપને કારણે શહેરીજનો અકળાઇ ઉઠયા હતા. આ સાથે જ શેરડીનો રસ, આઇસ્ક્રીમ, ગોલા, ઠંડા પીણા, દૂધ કોલ્ડ્રીંકસ, ફાલુદા સહિતની ચીજ વસ્તુઓનું વેચાણ પણ વધ્યું છે. બપોરના સમયે સૂર્યનારાયણના આકરા મિજાજથી શહેરીજનો પરસેવે રેબઝેબ થયા હતા અને બપોરના સમયે પણ ઘરોમાં એ.સી. ચાલુ કરવાની ફરજ પડી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular