Thursday, November 21, 2024
Homeરાજ્યજામનગર35 કરોડની વસુલાત માટે જામ્યુકોની ટુકડીએ રેલવેનો બંગલો કર્યો સિલ - VIDEO

35 કરોડની વસુલાત માટે જામ્યુકોની ટુકડીએ રેલવેનો બંગલો કર્યો સિલ – VIDEO

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા જેમ સામાન્ય નાગરિકો પાસેથી વેરા વસુલ કરવામાં આવે છે. તેવી જ રીતે રેલવે વિભાગ પાસેથી પણ મિલકત વેરો વસુલાય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી રેલવે વિભાગનો 34.92 કરોડ જેટલો સર્વિસ ચાર્જ ભરપાઇ ન કરતા જામનગર મહાનગરપાલિકા દ્વારા રેલવે વિભાગની મિલકત સીલ કરવામાં આવી હતી.

- Advertisement -

સામાન્ય નાગરિકો માફક કેન્દ્ર સરકાર અને રાજય સરકારની મિલકતો માટે સરકાર દ્વારા મિલકત વેરાના સ્થાને સર્વિસ ચાર્જ ચૂકવવાનું નિયત કરવામાં આવે છે. આ અન્વયે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા અને પરિપત્રો દ્વારા આ સર્વિસ ચાર્જના વિરોધમાં અનેક વિભાગો સુપ્રિમ કોર્ટ સુધી લડવા પહોંચ્યા હતા. ત્યારે 2009માં સુપ્રિમ કોર્ટ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારનો મિલકત વેરાના સ્થાને સર્વિસ ચાર્જ ચુકવવા સુચિત કરાયું હતું.

- Advertisement -

આ ચુકાદા બાદ રેલવે વિભાગ દ્વારા ડિસેમ્બર-2023 સુધી કોઇ એમઓયુ કરાયું ન હતું. અને ત્યારબાદ રેલવે વિભાગે સરકાર સાથે એમઓયુ કરાયા હતા અને સર્વિસ ચાર્જ ચુકવવા માટે લેખિત બાંહેધરી પણ આપી હતી. છતાં પણ ડિસેમ્બરથી જુન જેટલા સમયગાળો થવા છતાં અને અનેક નોટિસો પાઠવ્યા બાદ રેલવે વિભાગ દ્વારા કોઇપણ પ્રકારનો સર્વિસ ચાર્જ ચુકવાયો નથી. જયારે સામાન્ય નાગરિકની નાની રકમ માટે પણ તેમની મિલકત કજબે કરવામાં આવે છે. જયારે આ તો 34.9ર કરોડ જેટલી જંગી રકમની ભરપાઇ માટે જામનગર મહાનગર પાલિકા દ્વારા રેલવે વિભાગની મિલકતને જપ્તીમાં લેવાઇ છે. 1981થી અત્યાર સુધીની લાંબા સમયથી આ સર્વિસ ચાર્જની રકમ ભરપાઇ થઇ ન હોય મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular