Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરરઝળતાં ઢોરની સમસ્યા ઉકેલવામાં તંત્ર વામણુ : પૂર્વમેયર

રઝળતાં ઢોરની સમસ્યા ઉકેલવામાં તંત્ર વામણુ : પૂર્વમેયર

કાયદા મુજબ કડક કાર્યવાહી કરવા માગણી: રાજકીય સત્તાધિશો અને શહેરીજનો પણ તંત્રને સહકાર આપે તેવી અપીલ

- Advertisement -

જામનગરના જટિલ પ્રશ્ર્નો ઉકેલવામાં જામનગર મહાપાલિકાનું તંત્ર સતત વામણુ પુરવાર થઇ રહ્યાનો આક્ષેપ પૂર્વમેયર કનકસિંહ જાડેજાએ કર્યો છે. શહેરમાં રઝળતા ઢોરની સમસ્યા અતિ ગંભીર સ્તરે પહોંચી ગઇ હોવા છતાં તંત્ર કેમ આ પ્રશ્ર્નનું નિરાકરણ લાવી શકતા નથી. તે એક મોટો પ્રશ્ર્ન છે. કાયદા મુજબ જરુરી તમામ કાર્યવાહી કરવાની તેમણે માગણી કરી છે. સાથેસાથે કામગીરી કરનાર તંત્રને પુરો સાથ અને સહયોગ આપવા સત્તાધિશો અને જાહેર જનતાને અપીલ કરી છે.

- Advertisement -

એક નિવેદનમાં પૂર્વ મેયર કનકસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, જામનગર શહેરમાં ખૂબ જ જટિલ અને અઘરો પ્રશ્ર્ન સૌ જનતા માટે છે અને હશે પણ સરકારી તંત્ર એટલું પાંગળુ નથી કે, જેની માનસિકતા હોય તો ઉકેલ ન આવી શકે. ઘણા સમય થયા રસ્તે રખડતા ઢોર દ્વારા માનવ જિંદગીનો ભોગ લેવાય છે. જ્યારે જ્યારે આવી માનવ જિંદગીનો ભોગ લેવાય ત્યારે નાના મોટા નિવેદનો આપી આપણે ખુશ થઇ જઇએ છીએ. ત્યારે કલેકટર, કમિશનર, ડીએમસી કે ચૂંટાયેલા પદાધિકારીઓ આ પ્રશ્ર્નનું નિરાકરણ કેમ લાવી શકતા નથી?

તાજેતરમાં જ પીજીવીસીએલ દ્વારા એક ટીમ બનાવી નિવૃત્ત અધિકારીઓને સાથે રાખી પાવર ચોરી પકડવા માટે મોટી-મોટી કામગીરી કરવામાં આવી છે. તેમાં પોલીસ, સીબઆરપીએફ સહિતનો કાફલો પણ સાથે હોય છે કે કેમ કે આ કામગીરી પીજીવીસીએલ દ્વારા કંપનીની આવક માટે કરવામાં આવી રહી છે. એટલે આટલી મોટી ટીમ બનાવી કામગીરી કરવામાં આવતી હોય છે. તોઆપણે અમૂલ્ય માનવ જિંદગીઓને બચાવવા આવું કાર્ય કેમ કરી ન શકીએ?
જેવા કે, ઢોર માલિકો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવી, ઢોર શાખા અસ્તિત્વમાં ન હોય તો તે શાખાનો સ્ટાફ, મશીનરી વધારીને ફાળવી ઝોનવાઇઝ ટ્રેકટર તથા ટોઇંગ ગાડીઓ, પુરતા પ્રમાણમાં સ્ટાફ અને પોલીસ પ્રોટેકશન સાથે રાખી કામગીરી કેમ ન કરી શકાય? જેમ જામનગર શહેરને નડતરરુપ થતાં વાહનો માટે ટોઇંગ વેગનનો ઉપયોગ થઇ રહ્યો છે. તેવી રીતે માનવ જિંદગીઓ સાથે બનાતા બનાવોને રોકી માનવ જિંદગી બચાવવા આવી કામગીરી કેમ ન થઇ શકે? જાહેર સ્થળો ઉપર કે દેવમંદિરોની બહાર જ્યાં જ્યાં ગાયોનો ચારો વેચવામાં આવે છે. ત્યાં જેમ કોઇપણ તહેવાર સમયે સાંસદસભ્યો, ધારાસભ્યો કે ચૂંટાયેલ પ્રતિનિધિના વિનંતી કરતા બેનર કેમ ન લગાવી શકાય? કે ગાયોને ઘાસચારો નાખવો હોય તો પાંજરાપોળમાં નાખો, જાહેર માર્ગો પર નહીં.

- Advertisement -

કાયદાને આધિન કાર્યવાહી કરવી જરુરી, કાયદામાં જે જોગવાઇ હોય તે મુજબ ઢોર રાખવાના નિયમો બનાવેલ હોય તેનું કડક અમલીકરણ થવું જોઇએ અને આ તમામ જોગવાઇઓનો અમલ કરાવવા માટે સાંસદ, ધારાસભ્ય તથા ચૂંટાયેલા પદાધિકારીઓનો સહકાર પણ જે તે શાખાના અધિકારીઓને મળે તે યોગ્ય છે. તો જ આ જટીલ પ્રશ્ર્નનું નિરાકરણ આવશે. માનવ જિંદગીનો ભોગ લેવાતો અટકશે. ઇજા થતાં વ્યક્તિઓનો પણ બચાવ થશે. જે લોકોના સહકારથી અમલીકરણથી કામગીરી થાય તે જનતાની અપેક્ષાઓ અને લાગણી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular