દ્વારકા તાલુકાના કોરાડા ગામે રહેતા સત્તર વર્ષીય એક તરુણે આજે પોતાના હાથે સીમ વિસ્તારમાં જઈને ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ કરૂણ બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકા તાબેના કોરાડા ગામે રહેતો રાજમલ નાથાભાઈ ખરા નામનો આશરે સતર વર્ષનો તરુણ આજે સવારે પોતાના ઘરેથી નીકળ્યા બાદ ગામની સીમમાં એક ખેતરમાં આવેલા ઝાડની ડાળી ઉપર દોરડા વડે ગળાફાસો ખાઈ લેતાં તેમનું મૃત્યુ નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો.
આ બનાવો અંગે કોરાડા ગામના ખીમાભાઈ લાખાભાઈ હાથીયાએ મૃતક રાજમલ ખરાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયાની જાણ દ્વારકા પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસે જરુરી નિવેદન નોંધી, ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોક સાથે નાના એવા કોરાડા ગામમાં અરેરાટી પ્રસરાવી છે.
દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગ કામ કરતા રાયાભા ગગાભા માણેક નામના 53 વર્ષિય હિન્દુ વાઘેર આધેડે સોમવારે રાત્રિના સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર રૂમના છતના હુકમાં દોરી વડે ગળાફાંસો ખાઇ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ કેશુભા ગગાભા માણેકે દ્વારકા પોલીસને જાણ કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.