Tuesday, October 8, 2024
Homeબિઝનેસશેરબજારનો સેન્સેકસ પ્રથમ વખત 51,000ને પાર

શેરબજારનો સેન્સેકસ પ્રથમ વખત 51,000ને પાર

- Advertisement -

રિઝર્વ બેન્કની મોનિટરી પોલીસી કમિટીની બેઠક પહેલાં શેરબજારમાં મજબૂતી તેજી જોવા મળી હતી. સેન્સેક્સે પહેલીવાર 51 હજારની સપાટી ક્રોસ કરી હતી. આ સિવાય નિફ્ટીએ પણ 15 હજારની સપાટી ક્રોસ કરી હતી. સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ 117 અંક વધીને 50731 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 28 અંક વધીને 14924 પર બંધ રહ્યો હતો.

- Advertisement -

સેન્સેક્સ પર SBI, કોટક મહિન્દ્રા, ડો.રેડડી લેબ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ITC સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. SBI 10.69 ટકા વધીને 393.05 પર બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા 3.73 ટકા વધીને 1982.55 પર બંધ રહ્યો હતો. જોકે એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, ICICI બેન્ક, મારૂતિ સુઝુકી, HCL ટેક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એક્સિસ બેન્ક 3.30 ટકા ઘટીને 719.50 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 3.18 ટકા ઘટીને 581.25 પર બંધ રહ્યો છે.

સવારે 9.40 વાગે સેન્સેક્સ 355 પોઈન્ટ વધીને 50,969 પર વેપાર કરી રહ્યો હતો. તેમાં SBI, ઈન્ડસઈન્ડ બેન્ક સહિત ટોપ 5 વાળા શેર બેન્કિંગ શેર છે. એ જ રીતે નિફ્ટી ઈન્ડેક્સ પણ 84.70 પોઈન્ટ વધીને 14,980ની સપાટીએ વેપાર કરતો હતો. સેન્સેક્સે 21 જાન્યુઆરીએ જ 50 હજારની સપાટી ક્રોસ કરી હતી અને હવે માત્ર 15 દિવસ જેટલા ઓછા સમયમાં જ ફરી 1000 પોઈન્ટની તેજી જોવા મળી છે.

- Advertisement -

અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ જો બાઈડન બન્યા. રોકાણકારોને આશા છે કે ટૂંક સમયમાં જ અમેરિકાના નવા રાહત પેકેજને મંજૂરી મળશે.વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII)નું રોકાણ સતત ચાલુ છે. NSDLના જણાવ્યા પ્રમાણે, જાન્યુઆરીમાં અત્યારસુધી 20,236 કરોડનું રોકાણ થયું છે. દેશમાં વેક્સિનેશન વિશે સતત પોઝિટિવ અપડેટ્સ આવી રહ્યાં છે. મજબૂત સ્થાનિક સંકેતોની પણ અસર. વીજળીનો વપરાશ, મેન્યુફેક્ચરિંગ PMI ડેટા, GDPમાં રિકવરી સહિત અન્ય પોઝિટિવ આંકડાઓની અસર છે.

એક્સચેન્જ પર 2209 શેરમાં કારોબાર થઈ રહ્યો છે. 1362 શેરમાં વધારો અને 750 શેરમાં ઘટાડો છે. એમાં 204 શેર એક વર્ષના સૌથી ઊંચા સ્તર પર કારોબાર કરી રહ્યો છે. રેકોર્ડ વધારાને કારણે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 201.44 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

- Advertisement -

શુક્રવારે વૈશ્વિક બજારોમાં વધારો નોંધાઈ રહ્યો છે. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 0.47 ટકા, જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 1.30 ટકા અને ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ 0.97 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. આ જ રીતે હોન્ગકોન્ગનો હેંગસેંગ ઈન્ડેક્સ 0.76 ટકા અને ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.61 ટકા વધ્યો છે. આ પહેલાં અમેરિકાના બજારોમાંડાઓ જોન્સ, નેસ્ડેક અને SP 500 ઈન્ડેક્સ 1-1 ટકાથી વધુ વધારા સાથે બંધ થયા હતા. આ સિવાય યુરોપનાં બજારો ફલેટ બંધ થયાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular