Saturday, July 27, 2024
Homeબિઝનેસ222 અંકના વધારા સાથે શેરબજારનો સેન્સેકસ 51531

222 અંકના વધારા સાથે શેરબજારનો સેન્સેકસ 51531

- Advertisement -

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 222 અંક વધીને 51531 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 66 અંક વધીને 15173 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર રિલાયન્સ, સન ફાર્મા, બજાજ ફાઈનાન્સ, પાવર ગ્રીડ કોર્પ, ભારતી એરટેલ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 4.07 ટકા વધીને 2055.55 પર બંધ રહ્યો હતો. જ્યારે સન ફાર્મા 2.62 ટકા વધીને 643.50 પર બંધ રહ્યો હતો. જોકે ટાઈટન કંપની, લાર્સન, HDFC બેન્ક, ITC, ONGC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાઈટન કંપની 2.50 ટકા ઘટીને 1524.15 પર બંધ રહ્યો હતો. જ્યારે લાર્સન 1.43 ટકા ઘટીને 1530.65 પર બંધ રહ્યો હતો.

- Advertisement -

રેલટેલનો IPO 16 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે. તેનો પ્રાઈસ બેન્ડ 93-94 રૂપિયા સુધી કરવામાં આવ્યો છે. સરકારી કંપની તેના માટે 8.71 કરોડ શેર બહાર પાડશે. જેમાં 5 લાખ શેર કર્મચારીઓ માટે રિઝર્વ રહેશે. રોકાણકારો તેમાંથી ઓછામાં ઓછા 155 શેર પર બોલી લગાવી શકશે. ફેસ વેલ્યુ 10 રૂપિયા પ્રતિ શેર થશે. સરકાર IPO દ્વારા 820 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે.

ગુરુવારે વિશ્વભરના બજારોમાં સપાટ કારોબાર થઈ રહ્યો છે. ચીનના શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં 1.43 ટકાનો વધારો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ હલકા વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. જ્યારે હોન્ગકોન્ગના હેંગસેંગ ઈન્ડેક્સમાં ઘટાડો છે. આ પહેલા અમેરિકામાં ડાઉ જોન્સ, નેસ્ડેક, SP 500 અને યુરોપના બજારો સપાટ બંધ થયા હતા.

- Advertisement -

બુધવારે સેન્સેક્સ 19.69 અંક ઘટી 51309.39 પર અને નિફ્ટી 2.80 અંક ઘટી 15106.50 પર બંધ થયો હતો. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 1786.97 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારાએ 2075.68 કરોડ રૂપિયાના શેર વેચ્યા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular