શેર બજાર આજે રેકોર્ડ ઉંચાઈ પર ખુલ્યા હતા. સેન્સેક્સ 415 પોઈન્ટની તેજી સાથે 51,146.67 પર ખુલ્યો હતો. એવી જ રીતે નિફ્ટી 15 હજારની પાર ખુલ્યું હતું. નિફ્ટી 140 પોઈન્ટના ઉછાળા સાથે 15,064.30 પર ખુલ્યો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સ વધતા અત્યાર સુધીના રેકોર્ડ સ્તર 51,409.36 પર અને નિફ્ટી પણ રેકોર્ડ ઉંચાઈ 15,119.25 પર પહોંચ્યો.
NSEમાં લગભગ 1123 શેરોમાં તેજી અને 271માં ઘટાડો જોવા મળ્યો. દરેક સેક્ટોરલ સુચકઆંક લીલા નિશાનમાં જોવા મળી રહ્યાં છે. નિફ્ટી બેંક ઈન્ડેક્સમાં 2%ની તેજી આવી છે. એવી જ રીતે ઓટો, પીએસયૂ ઈન્ડેક્સમાં 1-1%ની તેજી આવી છે.
એ સિવાય સોમવારે ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો પણ મજબૂત થયો. અમેરિકન ડોલરની સરખામણીએ આજે રૂપિયા 72.87 પર ખુલ્યો. શુક્રવારે રૂપિયો 72.92 એ બંધ થયો હતો.
બજેટ બાદથી જ શેર બજાર સતત નવી ઉંચાઈઓ આંબી રહ્યું છે. સપ્તાહના છેલ્લા કારોબારના દિવસ શુક્રવારે સેન્સેક્સ 51 હજારને પાર ખુલ્યો. કારોબારના અંતમાં સેન્સેક્સ 117.34 પોઈન્ટની તેજી સાથે 50,731.63 પર બંધ થયો હતો. નિફ્ટી 28.60 પોઈન્ટની તેજી સાથે 14,924.25 પર બંધ થયો. કારોબારની શરૂઆતમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 417 પોઈન્ટની તેજી સાથે આજે 51,031.39 પર ખુલ્યો. એ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી આજે 57 પોઈન્ટની તેજી સાથે 14,952.60 પર ખુલી. કારોબાર દરમિયાન વધતા સેન્સેક્સ 51,073.27 પર અને નિચલા સ્તરે 50,565.29 સુધી ગયો.