Thursday, September 19, 2024
Homeસ્પોર્ટ્સક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં, વિકેટોની ટ્રિપલ સેન્ચૂરી ફટકારતો ભારતનો ત્રીજો બોલર ઇશાંત...

ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં, વિકેટોની ટ્રિપલ સેન્ચૂરી ફટકારતો ભારતનો ત્રીજો બોલર ઇશાંત શર્મા

- Advertisement -

ચેન્નઇ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતના અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્માએ વિકેટની ત્રેવડી સદી નોંધાવી દીધી છે. ખરેખર ઇશાંત શર્મા ટેસ્ટ મેચોમાં સોમવારે 300 વિકેટ લેનાર ભારતનો છઠ્ઠો ખેલાડી બનવાની સાથે મહાન ખેલાડી કપિલ દેવ અને અનિલ કુંબલેની ક્લબમાં સામેલ થઇ ગયો છે. ઇશાંત શર્મા ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ચેન્નઇમાં રમાઇ રહેલ પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે બીજી ઇનિંગમાં ડેનિયલ લોરેંસને LBW આઉટ કરીને ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં 300 વિકેટ લેનાર ત્રીજો ભારતીય ઝડપી બોલર બની ગયો છે.

- Advertisement -

ભારતીય બોલરોમાં સૌથી વધુ વિકેટ લેનાર મહાન સ્પિનર અનિલ કુંબલે એ લીધી છે. જ્યારે કપિલ બીજા સ્થાને છે જ્યારે હરભજન સિંહ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. ઇશાંત શર્માના ટીમના સાથી સ્પિનર રવિચંદ્રન અશ્વિન ચોથા અને ઝહીર ખાન પાંચમા સ્થાને છે.

જોકે દિલ્હીના 32 વર્ષના આ ખેલાડીને આ સ્થાને પહોંચવામાં 98 મેચ લાગી. આ ઉપલબ્ધિને હાંસલ કર્યા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડએ તેને શુભેચ્છા પાઠવી છે. બીસીસીઆઇ એ ટ્વીટ કર્યું, ઇશાંત શર્માને શુભેચ્છા, તેઓ ટેસ્ટમાં 300 વિકેટ લેનાર ત્રીજા ભારતીય બોલર બન્યા છે. તેમણે ડેનિયલ લોરેંસને LBW આઉટ કરી ઇંગ્લેન્ડને ત્રીજો ઝાટકો આપ્યો’.

- Advertisement -

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ પણ આ ઉપલબ્ધિ પર ઇશાંતની 13 વર્ષની મહેનતની પ્રશંસા કરી ટ્વીટ કર્યું, કપિલ દેવ અને ઝહીર ખાન બાદ ટેસ્ટમાં 300 વિકેટનો આંકડો આંબનાર ઇશાંત શર્મા ત્રીજો ભારતીય ઝડપી બોલર છે. શાનદાર ઉપલબ્ધિ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular