સેન્સેક્સ સવારે 50231.06 પર ખુલ્યો હતો. આ ઈન્ડેક્સનું અત્યાર સુધીનું સૌથી ઉંચુ સ્તર છે. આ પહેલા 21 જાન્યુઆરીએ ઈન્ડેક્સ પ્રથમ વખત 50184 પર પહોંચ્યો હતો. આ લખાય છે ત્યારે બપોરે 12:45 કલાકે સેન્સેકસ 581 અંક વધીને 50,380 પર ટ્રેન કરી રહ્યો છે. જ્યારે નિફટી 181 અંક વધીને 14828ના લેવલે ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ડો.રેડ્ડી લેબ્સ, પાવર ગ્રીડ કોર્પ, ટેક મહિન્દ્રા, એમએન્ડએમ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડસઈન્ડ બેન્ક 5.36 ટકા વધી 1027.30 પર કારોબાર કરી રહ્યો છે. ડો.રેડડી લેબ્સ 3.95 વધી 4661.30 પર કારોબાર કરી રહ્યો છે. જોકે મારૂતિ સુઝુકી, કોટક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, SBI, નેસ્લે સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મારૂતિ સુઝુકી 1.74 ટકા ઘટી 7522.35 પર કારોબાર કરી રહ્યો છે. કોટક મહિન્દ્રા 1.59 ટકા ઘટી 1833.90 પર કારોબાર કરી રહ્યો છે.