Sunday, October 6, 2024
Homeરાષ્ટ્રીયહવે કામદાર સંગઠ્ઠનોએ સરકાર સામે બાંયો ચઢાવી

હવે કામદાર સંગઠ્ઠનોએ સરકાર સામે બાંયો ચઢાવી

- Advertisement -

મોદી સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી આંદોલન ચલાવી રહ્યા છે. આવા સમયમાં હવે દેશના કામદાર સંગઠનોએ પણ સંયુક્ત મંચ પર આવી કેન્દ્ર સામે બાંયો ચઢાવી છે.

- Advertisement -

કોરોનાકાળમાં ઐતિહાસિક તળિયે પહોંચેલા અર્થતંત્રને બેઠું કરવા સરકારે ખાનગીકરણનો માર્ગ પકડયો છે. નાણામંત્રી નિર્મલા સીતારામને સોમવારે બજેટમાં સરકારી કંપનીઓના ખાનગીકરણની રજૂઆત કરી હતી. જોકે, હવે 10 કામદાર સંગઠનોના સંયુક્ત મંચે બજેટમાં સૂચિત ખાનગીકરણ અને અન્ય ’જનવિરોધી’ નીતિઓ વિરુદ્ધ બુધવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે.

દેશના 10 શ્રમ સંગઠનોના સંયુક્ત મંચે આજે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરતાં શ્રમ સંહિતાઓને રદ કરવા અને ગરીબ મજૂરોને આવક તથા ખાદ્ય સલામતી આપવાની માગ કરી છે.

- Advertisement -

નાણામંત્રી નિર્મલા સીતારામને સોમવારે નાણાકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં તેમણે બેન્કિંગ સેક્ટરમાં આઈડીબીઆઈ ઉપરાંત અન્ય બે બેંકો અને એક જનરલ ઈન્સ્યોરન્સ કંપનીમાં સરકારની ભાગીદારી ઘટાડવાની જાહેરાત કરી હતી. ઉપરાંત સરકારે બજેટમાં કેટલીક સરકારી કંપનીઓના ખાનગીકરણની પણ જાહેરાત કરી હતી.

જોકે, સરકારની ખાનગીકરણની યોજનાઓના વિરોધમાં સંયુક્ત મંચ પર આવેલા કામદાર સંગઠનોમાં ઈન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (ઈન્ટુક), ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (એઆઈટીયુસી), હિન્દ મજૂર સભા (એચએમએસ), સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન (સીટુ), ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ટ્રેડ યુનિયન સેન્ટર (એઆઈયુસીયુસી), ટ્રેડ યુનિયન કો-ઓર્ડિનેશન સેન્ટર (ટીયુસીસી), સ્વરોજગાર મહિલા સંઘ (સેવા), ઓલ ઈન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન્સ (એઆઈસીસીટીયુ), લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન (એલપીએફ) અને યુનાઈટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (યુટીયુસી)નો સમાવેશ થાય છે.

- Advertisement -

કામદારોના સંયુક્ત મંચે જણાવ્યું છે કે, કેન્દ્રીય મજૂર સંઘો અને સ્વતંત્ર પ્રાદેશિક મહાસંઘો/સંઘોના સંયુક્ત મંચે શ્રમ સંહિતા અને વીજળી બીલ 2020ને ખતમ કરવા, ખાનગીકરણ રોકવા અને આવક સમર્થન તથા બધા માટે ભોજનની માગણી કરતાં આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવા માટે યુનિયનો અને કામદાર વર્ગને આહ્વાન કર્યું છે. સંયુક્ત મંચે કહ્યું કે સામાન્ય બજેટમાં જાહેર કરાયેલી નીતિઓ ખેડૂત વિરોધી છે, જેનો તે વિરોધ કરશે. સંયુક્ત મંચે કહ્યું કે વિરોધ પ્રદર્શન દરમિયાન કામના સ્થળો અને ઔદ્યોગિક કેન્દ્રો પર મોટી સંખ્યામાં એકત્ર થઈ સરકારી નીતિઓનો વિરોધ કરવામાં આવશે અને શ્રમ સંહિતાની નકલો સળગાવાશે.

કામદાર સંગઠનોએ કહ્યું કે નાણામંત્રીએ રજૂ કરેલું બજેટ જમીની હકીકતથી ઘણું દૂર છે અને આક્ષેપ કર્યો કે તે રાષ્ટ્રીય અર્થતંત્ર માટે સંપૂર્ણપણે ભ્રામક અને વિનાશક છે તથા તેનાથી કામદાર વર્ગને વ્યાપક સ્તરે ગંભીર અસર થશે. બજેટમાં ખેડૂતોને કોઈ રાહત અપાઈ નથી અને સરકારે માત્ર લોન લેવાની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે. બેન્ક અધિકારીઓના સંગઠને પણ આ દરખાસ્તોનો વિરોધ કરતાં કહ્યું કે સરકારની નીતિઓનો આશય સરકારી કંપનીઓને કોર્પોરેટ અને વિદેશી કંપનીઓને સોંપી દેવાનો છે. તેમણે સરકારને આ દરખાસ્તો પાછી ખેંચી લેવાની માગણી કરી છે. આ પહેલાં બેન્ક કર્મચારીઓના સૌથી મોટા સંગઠન ’અખિલ ભારતીય બેન્ચ કર્મચારી સંઘ’ (એઆઈબીએ)એ જાહેર ક્ષેત્રની બે બેન્કોના ખાનગીકરણની બજેટની દરખાસ્તનો વિરોધ કરતાં હડતાલ પર જવાની જાહેરાત કરી છે. સરકારી બેન્કોના ખાનગીકરણનો અગાઉ પણ વિરોધ થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular