Tuesday, December 24, 2024
Homeરાજ્યવેરાડ નજીક એસટી બસ ખેતરમાં ઉતરી ગઇ

વેરાડ નજીક એસટી બસ ખેતરમાં ઉતરી ગઇ

ચાલક અને કંડકટરને ઇજા

- Advertisement -

ભાણવડ તાલુકાના વેરાડ નજીક અકસ્માતે એસટી બસ રોડ નીચે ઉતરી જતાં બસના ચાલક અને કંડકટરને ઇજા પહોંચી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગરથી ભાણવડ તરફ જઇ રહેલી એસટી બસને આજે સવારે અકસ્માત નડ્યો હતો. ભાણવડના વેરાડ નજીક બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડ નીચે ઉતરી ખેતરમાં ઘુસી ગઇ હતી. પરીણામે બસના ચાલકને પગમાં ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચી જ્યારે કંડકટરને પણ માથાના ભાગે ઇજા પહોંચી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસમાં 5 પેસેન્જર સવાર હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular