જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામના રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર યુવાને ટે્રન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતાં મહેશભાઈ ઉર્ફે કાનો રાજુભાઈ ગરચર (ઉ.વ.28) નામના મજૂરી કરતા યુવાનને હાલમાં કોઇ કામધંધો ન હોવાથી તેના પિતા રાજુભાઈએ કામ ધંધો કરવા માટે ઠપકો આપ્યો હતો. જે ઠપકાનું માઠું લાગી આવતા મહેશે સોમવારે રાત્રિના સમયે રેલવે ટે્રક પરથી પસાર થતી ટે્રન હેઠળ ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ઘટનાસ્થળે જ યુવાનનું મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતા હેકો આર.કે. કંડોરીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદૃેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી મૃતકના પિતા રાજુભાઈ ગરચર દ્વારા કરાયેલી ઓળખના આધારે તેમનું નિવેદન નોંધી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.