જામનગર શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલી પ્રિમિયમ સાયકલ ચોરીનો ભેદ ઉકેલી તસ્કરની ધરપકડ કરી પૂછપરછ હાથધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રિમિયમ સાયકલની ચોરી થઇ હતી. આ ચોરીના બનાવમાં પો.કો.વિજય કાનાણી અને રવિ શર્માને મળેલી સંયુકત બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપક ભદ્રનની સુચનાથી એએસપી નીતેશ પાડેયના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પીઆઇ કે.એલ.ગાધે, પીએસઆઇ આર.એલ.ઓડેદરા તથા હેકો.કોન્સ હીતેષ ચાવડા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, જાવેદ વજગોળ, પ્રદીપસિંહ જાડેજા તથા પો.કોન્સ. ફીરોજ ખફી, રવિ શર્મા, વિજય કાનાણી, વિજય કારેણા, પ્રદીપસિંહ રાણા, યુવરાજસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે અમુ દેવજી રાઠોડ નામના શખ્સને આંતરીને તેની પાસેથી ચોરાઉ રૂા.45,950ની કિંમતની બર્ગામોન્ટ કંપનીની પ્રિમિયમ સાયકલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી હતી.
જામનગરમાંથી ચોરાઉ પ્રિમિયમ સાયકલ સાથે તસ્કર ઝડપાયો
રૂા.45,950ની સાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો : સીટી સી પોલીસ દ્વારા કાર્યવાહી