Wednesday, January 15, 2025
HomeવિડિઓViral Videoઝરણા પરથી પડતા ભાઇને બહેને જીવના જોખમે બચાવ્યો - VIDEO

ઝરણા પરથી પડતા ભાઇને બહેને જીવના જોખમે બચાવ્યો – VIDEO

- Advertisement -

ભાઇ-બહેનનો સંબંધ એવો હોય છે કે, જે હંમેશા એકબીજા સાથે લડતા હોય છે. પરંતુ સૌથી વધારે એકબીજાને જ પ્રેમ કરતા હોય છે. ત્યારે એક વીડીયો સોશિયલ મીડીયા પર વાયરલ થયો છે. જેમાં ઝરણા પરથી પડી રહેલા નાનાભાઇને તેની બહેને પોતાની સુઝબુઝ વાપરીને જીવના જોખમે બચાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sach Kadwa Hai (@sachkadwahai)

- Advertisement -

ઇન્સ્ટાગ્રામ પર sachkadwahai થી આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, ગરમીના વેકેશનમાં પરિવાર ફરવા જાય છે. જ્યાં તે એક ઝરણા નીચે ન્હાવા જતાં હોય છે. ત્યાં પરિવારમાંથી એક છોકરાનો પગ લપસી જાય છે અને તે ઝરણાના વહેણ તરફ વહેવા લાગે છે. પરંતુ ત્યાં અચાનક જ તેની હિંમતવાળી બહેન વચ્ચે કૂદીને ભાઇને કસીને પકડી રાખે છે અને જ્યાં સુધી કોઇ મદદમાં ન આવે ત્યાં સુધી તે તેજ પાણીના વહેણ સામે લડીને ભાઇને બચાવે છે.

- Advertisement -

સામાન્ય રીતે લોકો ફરવાના સ્થળો પર પહાડો અને ઝરણા પર જતા હોય છે. ત્યારે આવા સ્થળો પર કુદરતી નઝારાનો લ્હાવો લેવા નહાતા હોય છે. ત્યારે કોઇક જગ્યા સરળ હોય છે. જ્યાંથી પડવાનો ડર નથી હોતો તો વળી કોઇક જગ્યા થોડી ડેન્જર હોય છે. જ્યાં થોડી પણ બેદરકારી માણસનો ભોગ લઇ લેતી હોય છે. ત્યારે આ વીડીયોમાં જે રીતે એક બહેને તેના નાનાભાઇનો જીવ બચાવ્યો છે. તે વખાણવા લાયક છે. લોકો એ ખૂબ પસંદ કર્યો છે. આ વીડીયોને અને બહેનની હિંમતને ખૂબ વખાણી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular