પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તા.20 ઓગસ્ટના રોજ સોમનાથના વિવિધ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહર્ત કર્યા હતા. સોમનાથ મહાદેવ મંદિર અને અરબી સમુદ્રની વચ્ચે બનાવેલા વોક વેનું પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. અહીંથી સોમનાથ મહાદેવ મંદિર અને સમુદ્રના ચાલતા ચાલતા દર્શન શ્રદ્ધાળુઓ કરી શકશે. એટલે કે સોમનાથ અને સમુદ્ર બંનેના અહીંથી જ દર્શન થશે.
વોક વે પરથી સોમનાથ અને સાગરનો નજારો એટલો ખૂબ સૂરત છે કે શ્રદ્ધાળુઓ અહીં જ થંભી જાય છે. મોટી સંખ્યામાં ભાવિકો વૉક વે પરથી સમુદ્ર અને સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરવાનું પસંદ કરી રહ્યા છે, તો બાળકો આ વૉક વે પર સાઈકલિંગ કરી શકે તેવી પણ વયસ્થા છે. આ વૉક વે સોમનાથ મંદિર પાછળથી ત્રિવેણી ઘાટ સુધી એટલે કે દોઢ કિંમી લમ્બો દરિયા કિનારે નિર્માણ પામ્યો છે, જે લગભગ 47 કરોડ ના ખર્ચે નિર્માણ પામ્યો છે.
1.5કિમી લાંબા આ વોક-વેમાં યાત્રિકો માટે પ્રવેશ ગેઇટમાં જ સુંદર આધ્યાત્મિક ચિત્રો બનાવવામાં આવ્યા છે. સાયકલીંગ, વોક, બાયનોકયુલર, હોર્સ / કેમલ રાઈડીંગ બેઠક માટે જરૂરી ફર્નીચર તેમજ મ્યુઝીક સીસ્ટમ જેવી તમામ સુવિધાઓ છે. આ વોક-વેમાં પ્રવેશ માટે ૨ એન્ટ્રી ગેઇટ મુકવામાં આવ્યા છે. એક સ્ટેશનની સામે અને બીજો પ્રભાસ પાટણ પોસ્ટ ઓફીસ પાસે. યાત્રિકો રૂ.5ની ટીકીટ લઇને પ્રવેશ કરી શકશે. 2 કલાકના સમયગાળા માટે ટીકીટથી પ્રવેશ મળશે. 10 વર્ષથી નીચેના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.