Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ

જામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ

- Advertisement -

Jamsaheb Satrusalyasinhji

- Advertisement -

લગભગ 45 વર્ષ પહેલા એક એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે, જામસાહેબને તેમની કિંમતી જમીનનો સોદો રજૂ કરવા માટે મળવું હોય તો પહેલા જામ ધર્માદા સંસ્થામાં એક નાનું દાન કરવું પડે. આ નિયમ સારી અને જવાબદારી વ્યકિતઓને અલગ તારવવા માટે બનાવવામાં આવ્યો હતો. કારણ કે ઘણા લોકો એવું વિચારી મળતા હતા કે, જમીન ખરીદવાના બહાને જામસાહેબને રૂબરૂ મળી શકાય અથવા અમુક લોકો જમીનનો સાચો ભાવ ચૂકવી શકે તેટલા સક્ષમ ન હતાં.

હાલમાં એક સ્પષ્ટતા કરવાની છે કે, લગભગ 25 વર્ષ પહેલા આ નિયમ નાબૂદ થઇ ગયો છે. તેથી લોકો ખોટી અફવાઓ પર ધ્યાન આપવું નહિં. હાલના સમયમાં જે વ્યકિત જમીનનો સોદો કરવા ઇચ્છતી હોય તે ફોન પર અથવા પત્ર દ્વારા પોતાની રજુઆત જણાવી શકે છે અને પોતાની સબળતાને પુરવાર પણ કરી શકે છે. બાદમાં, જામસાહેબ (Jamsaheb Satrusalyasinhji) સાથે રૂબરૂ મુલાકાત કરી સામ-સામી ચર્ચા કરી શકે છે જેથી, બંનેના કિંમતી સમયની બચત થાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular