જ્યારથી SS રાજામૌલીની ફિલ્મ RRR બોક્સ ઓફીસ પર રિલીઝ થઈ છે, ત્યારથી તે રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. આ ફિલ્મે 10 દિવસમાં 800 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ દરરોજ લગભગ 100 કરોડ રૂપિયાની કમાણી કરી રહી છે અને આ દ્વારા ફિલ્મના મુખ્ય કલાકારો રામ ચરણ અને જુનિયર એનટીઆરની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. ફિલ્મની સફળતા પછી, ‘અલ્લુરી સીતારામ રાજુ’નું પાત્ર ભજવનાર અભિનેતા ખૂબ જ ખુશ છે અને તેણે ‘RRR’ ટીમના 35 સભ્યોને સોનાના સિક્કા અને મીઠાઈ ભેટમાં આપ્યા છે.
રામ ચરણે ‘RRR’ યુનિટના ક્રૂ અને અન્ય સહાયકોને 10 ગ્રામ સોનાના સિક્કા ભેટમાં આપ્યા છે. મુંબઈ જતા પહેલા, અભિનેતાએ રાજામૌલી દિગ્દર્શિત ફિલ્મમાં કામ કરતા લગભગ 35 ટેકનિશિયનોને ગોલ્ડ કોઈનનું વિતરણ કર્યું છે. કેમેરા આસિસ્ટન્ટ (સિનેમેટોગ્રાફી), પ્રોડક્શન મેનેજર, એકાઉન્ટન્ટ, સ્થિર ફોટોગ્રાફર, દિગ્દર્શન વિભાગ અને બીજા ઘણા બધા વિભાગના મેમ્બરને સોનાના સિક્કા અને મીઠાઇ આપ્યા છે.
રામચરણે ટીમના ક્રૂ મેમ્બર્સના વડાઓને નાસ્તા માટે બોલાવ્યા હતા અને તેમના વધુ સારા સહકાર માટે સન્માનપૂર્વક ભેટ આપવામાં આવી હતી. સોનાના સિક્કાની એક તરફ RRR લખેલું છે અને બીજી બાજુ રામ ચરણનું નામ લખેલું છે જે આ ફિલ્મના નિર્માણમાં યોગદાન આપનાર સભ્યો માટે એક યાદગાર ભેટ છે. અભિનેતાએ દરેકને એક તોલા સોનાના સિક્કાની સાથે મીઠાઈના બોક્સ પણ આપ્યા છે. અભિનેતાની ઉદારતા હંમેશા ચર્ચામાં રહે છે અને ફરી એકવાર તેણે ચાહકોનું દિલ જીતી લીધું છે.