જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતાં વેપારી યુવાન તેના પત્ની સાથે બાઈક પર ધ્રોલથી જામનગર પાંચ દિવસ પહેલાં આવતા જાંબુડા પાટીયા નજીક પહોંચ્યા ત્યારે રોંગસાઈડમાંથી પૂરઝડપે આવી રહેલા રીક્ષાચાલકે બાઈક સાથે અથડાવી અકસ્માતમાં દંપતીને ઈજા પહોંચી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં તાળિયા હનુમાન રોડ પર રહેતાં કિશોરભાઈ પરશોતમભાઈ પરમાર (ઉવ.44) નામના વેપારી યુવાન પાંચ દિવસ પૂર્વે તા.14 ના સાંજે તેના પત્ની માધવીબેન સાથે જીજે-10-એજી-6445 નંબરના બાઈક પર ધ્રોલથી જામનગર આવતા હતા તે દરમિયાન જાંબુડાના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે રોંગસાઈડમાંથી પૂરઝડપે આવી રહેલી અતુલ રીક્ષાના ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા યુવાનને ડાબા હાથમાં તથા શરીરે તથા તેમના પત્ની માધવીબેનને ડાબાપગમાં અને શરીરે ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ રીક્ષાચાલક પલાયન થઈ ગયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હે કો બી.એચ. લાંબરીયા તથા સ્ટાફે યુવાનના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.