Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીય25 સપ્ટેમ્બરથી શરૂ થશે ચોમાસાની રિટર્ન જર્ની

25 સપ્ટેમ્બરથી શરૂ થશે ચોમાસાની રિટર્ન જર્ની

- Advertisement -

ભારતીય હવામાન વિભાગ – આઇઅમેડીએ દેશમાંથી ચોમાસાની સંપૂર્ણ વિદાય અંગે મોટી જાહેરાત કરી છે. આઈએમડીએ દક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ દેશમાંથી વિદાય લેવાની સંભાવના વ્યક્ત કરી છે. સામાન્ય રીતે દક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસું એક જુન સુધી કેરળ પહોંચે છે, 8 જુલાઈ સુધીમાં દેશભરમાં પહોંચી જાય છે અને 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર-પશ્ર્ચિમ ભારતમાંથી વિદાય લેવાનું શરૂ કરે છે, જ્યારે 15 ઓક્ટોબર સુધીમાં ચોમાસું સંપૂર્ણ વિદાય લઈ લે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 5 દિવસો સુધી ઉત્તર-પશ્ર્ચિમ અને તેની નજીકના પશ્ર્ચિમ-મધ્ય ભારતમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના છે. જ્યારે દક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસુ 25 સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાનથી વિદાય લેવાની પરિસ્થિતિઓ જોવા મળી રહી છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી પરત ફરતું ચોમાસું એ ભારતીય ઉપખંડથી પરત ફરવાનું પ્રતિક છે.

- Advertisement -

જો ચોમાસાની વિદાયમાં વિલંબ થાય તો તેને લાંબા વરસાદનું મોસમ કહેવાય છે, જેના કારણે કૃષિ ઉત્પાદનનો પણ અસર પડી શકે છે. દેશમાં આ ચોમાસા સિઝન દરમિયાન સામાન્ય 832.4 મિમીની તુલનામાં અત્યાર સુધીમાં 780.3 મિમી વરસાદ પડ્યો છે. સામાન્ય રીતે દેશમાં ચાર મહિનાના ચોમાસા સિઝન (જૂનથી સપ્ટેમ્બર) દરમિયાન સરેરાશ 870 વરસાદ પડે છે. જૂન મહિનામાં ઓછો વરસાદ પડ્યો હતો, જોકે ઉત્તર-પશ્ર્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મૈડેન -જૂલિયન આસલેશન એમજેઓ) ના અનુકુળ તબક્કાના કારણે જુલાઈમાં ભારે વરસાદ જોવા મળ્યો. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે, ઓક્ટોમ્બરના પ્રથમ અઠવાડિયે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી ઉપર નીચા દબાણનું ક્ષેત્ર બની શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular