રાજ્ય સરકાર દ્વારા 20 વર્ષના વિશ્વાસ દ્વારા સાધેલા વિકાસની ઉજવણી જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમો મારફતે આવતીકાલ તા.17 સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવનાર છે. જે કાર્યક્રમ થકી જન જન સુધી સરકારી સેવાઓ અને લાભો પહોંચતા કરવામાં આવશે.જે અંતર્ગત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ વસ્ત્રાલ ઓડીટોરિયમ, અમદાવાદ ખાતે યોજાનાર છે.જામનગર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારનાં સ્વસહાય જૂથોનો ચેક વિતરણ કાર્યક્રમ ગ્રામ્ય વિસ્તારના દિન દયાળ અંત્યોદય-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા યોજના અંતર્ગત ગ્રામસંગઠનોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, સ્વ સહાય જૂથોને કેશ ક્રેડીટ ધિરાણ અને રીવોલ્વીંગ ફંડ અને જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી સ્વ સહાય જૂથોને લોન તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ સહિતના લાભો ઓનાયત કરવામાં આવશે.આ કાર્યક્રમનો જાહેર જનતાને લાભ લેવા નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જણાવાયું છે.