ધાંધલધમાલ ભર્યા બનેલુ સંસદનું ચોમાસું સત્ર ખત્મ થયુ છે. આખા ચોમાસા સત્રમાં લોકસભામાં માત્ર 44 કલાક 13 મીનીટની કાર્યવાહી શકય બની હતી અર્થાત માત્ર 46 ટકા કામકાજ થયુ હતું. લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલાએ સત્ર સમાપ્તી જાહેર કરતા કહ્યું કે સત્ર દરમ્યાન 17 બેઠક થઈ હતી.
કોંગ્રેસનાં સમય ગૌરવ ગોગોઈએ સરકાર સામે અવિશ્ર્વાસ પ્રસ્તાવ પેશ કર્યો હતો તેમાં 19 કલાક 59 મીનીટ ચર્ચા થઈ હતી અને 60 સભ્યોએ ભાગ લીધો હતો. સત્ર દરમ્યાન 20 સરકારી વિધેયક પેશ થયા હતા 22 ખરડા પસાર થયા હતા તેમાં સહકારી સોસાયટી સુધારા ખરડો, ડેટા સંસ્થાનાં બીલ, દિલ્હી સેવા બીલ, જેવા મહત્વપૂર્ણ વિધેયકોનો સમાવેશ થાય છે કુલ 1209 રીપોર્ટ રજુ થયા હતા. સ્થાયી સમિતિઓએ 65 રીપોર્ટ આપ્યા હતા. બીન સરકારી સદસ્યો દ્વારા વિભિન્ન વિષયોનાં 134 ખરડા રજુ કરાયા હતા.
બીજી તરફ રાજયસભામાં ચોમાસુ સત્રમાં 17 બેઠકો થઈ હતી. મણીપુર મુદ્દે હંગામાને કારણે 50 કલાક કાર્યવાહી ખોરવાઈ હતી.અધ્યક્ષ ધનખડ દ્વારા આ મામલે નારાજગી વ્યકત કરવામાં આવી હતી. તેઓએ કહ્યું કે મણીપુર મુદ્દે ગતિરોધ દુર કરવા હરસંભવ પ્રયાસ કરવા છતા સફળતા મળી ન હતી. હવે આગામી સત્રમાં કામકાજ સામાન્ય હોવાની આશા દર્શાવી હતી.