Saturday, July 27, 2024
Homeરાજ્યગુજરાતઆજથી રાજયમાં અદાલતોની કાર્યવાહી રાબેતા મુજબ શરૂ

આજથી રાજયમાં અદાલતોની કાર્યવાહી રાબેતા મુજબ શરૂ

ખુશ થયેલાં વકીલોએ અમદાવાદમાં ફટાકડા ફોડયા

- Advertisement -

કોરોના ગાઇડલાઇનના કારણે તથા અગાઉ લોકડાઉનના કારણે લાંબા સમયથી બંધ રહેલી રાજયની અદાલતો આજે પહેલી માર્ચથી રાબેતા મુજબ શરૂ થઇ ગઇ છે. જોકે, અનિવાર્ય સંજોગોને બાદ કરતાં આરોપીઓને અદાલતમાં લાવી શકાશે નહીં.

- Advertisement -

કોરોના મહામારીના કારણે લોકડાઉન તેમજ અનલોક બાદ કોરોનાના કેસો વધ્યા હતા. કોરોનાના કેસો ઘટતાં 11 મહિના બાદ આજથી અમદાવાદમાં નીચલી કોર્ટમાં ફિઝિકલ કોર્ટ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ વધતા 26-3-2020ના રોજ કોર્ટોમાં પ્રત્યક્ષ બંધ કરી વીડિયો કોન્ફરન્સથી અરજન્ટ કેસોની સુનાવણી શરૂ કરવામાં આવી હતી. આજે સવારે 10.40થી અમદાવાદની મેટ્રો, સેશન્સ અને ગ્રામ્ય કોર્ટ શરૂ થઈ છે. જઘઙ ગાઈડલાઈન મુજબ આજથી કોર્ટ શરૂ થતાં વકીલોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

કોર્ટમાં પ્રવેશતા વકીલોને ટેમ્પરેચર ગન અને સેનેટાઈઝરથી મેઝર કર્યા બાદ પ્રવેશ આપવામા આવી રહ્યો છે. વકીલોએ કોર્ટ સંકુલ બહાર ફટાકડા ફોડી અને કોર્ટ શરૂ થવાની ઉજવણી કરી હતી. એડવોકેટ અયાઝ શેખે જણાવ્યું હતું કે 11 મહિના પછી કોર્ટ શરૂ થઈ છે તેનો આનંદ છે. સરકારે તમામ જગ્યાઓ શરૂ કરી દીધી હતી. પરંતુ કોર્ટ શરૂ કરી ન હતી. 11 મહિનાથી લોકો ન્યાયથી વંચિત હતા અને હવે કોર્ટ શરૂ થતાં જ તેઓને ન્યાય મળશે. કોર્ટ શરૂ થતાં હવે જઘઙ મુજબ તમામ કાર્યવાહી ચાલશે.

- Advertisement -

આ ઉપરાંત વકીલોને સૂચના અપાઇ છે કે કોર્ટ સંકુલમાં બિનજરૂરી ભીડ ભેગી ન કરવી કે ટોળામાં ઉભું ન રહેવું. કોર્ટના તમામ એન્ટ્રીપોઇન્ટ પર થર્મલ ગનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી અહીં પ્રવેશતા લોકોનું તાપમાન માપી શકાય. આ ઉપરાંત કોર્ટ કેન્ટીનોમાં મળતા ગરમ નાસ્તા અને અન્ય ખાદ્યપદાર્થોની જગ્યાએ હવે ચા, કોફી, પાણી અને પેકેજ્ડ ફૂડ જ રાખવામાં આવશે.

નીચલી કોર્ટોના સરક્યુલરમાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે, કોર્ટમાં ચાલતા કેસોમાં કાચા કામના કેદીઓને મુદત તારીખે કોર્ટ રૂબરૂ રજૂ કરવા બાબતે ખાસ સૂચના આપવામાં આવે છે કે, કોર્ટના આદેશ વગર કે અનિવાર્ય સંજોગો સિવાય આરોપીને કોર્ટમાં રુબરું રજૂ કરવા નહીં. આરોપીઓના કેસની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવી. ગત મહિને હાઈકોર્ટે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સિવાયની કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી માટે મંજૂરી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular