Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયનવા વેરિએન્ટ સામે ભારત સતર્ક, પ્રધાનમંત્રીએ યોજી ઇમરજન્સી બેઠક

નવા વેરિએન્ટ સામે ભારત સતર્ક, પ્રધાનમંત્રીએ યોજી ઇમરજન્સી બેઠક

ટોચના અધિકારીઓ અને આરોગ્ય તજજ્ઞો સાથે સંભવિત પંગલાઓ અંગે ચર્ચા-વિચારણા

- Advertisement -

કોરોનાના નવા વેરિએન્ટને પગલે ભારત સતર્ક થયું છે. પ્રધાનમંત્રી મોદીએ આજે નવા વેરિએન્ટના ખતરાને લઇને સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે તાબડતોબ બેઠક યોજી જેમાં વેરિએન્ટને ભારતમાં પ્રવેશતો અટકાવવાના પગલાં અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. આ બેઠકમાં કેબિનેટ સેક્રેટરી રાજિવ ગબ્બા, પ્રિન્સીપાલ સેક્રેટરી ટી.કે. મિશ્રા, આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પોલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને તજજ્ઞો ભાગ લઇ રહી છે. કોરોનાના નવા વેરિએન્ટે વિશ્ર્વભરના દેશોની ચિંતા વધારી છે. ત્યારે ભારતે પણ આ અંગેની તૈયારીઓ આરંભી દીધી છે. પ્રધાનમંત્રીએ યોજેલી ઇમરજન્સી બેઠકમાં વિવિધ પાસાઓને લઇને ચિંતન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગે ચિંતા વ્યકત કરી અસરગ્રસ્ત દેશોની ફલાઇટો બંધ કરવા પ્રધાનમંત્રી સમક્ષ માંગણી કરી છે. બેઠકમાં દેશમાં હાલની કોરોનાની સ્થિતિ અને રસીકરણની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખી રસીકરણની ગતિ વધારવા જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવી શકે છે. કોરોનાના નવા વેરિએન્ટને લઇને ભારતમાં ગઇકાલે જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ નવા વેરિએન્ટને ડેલ્ટાથી પણ વધુ ખતરનાક માનવામાં આવી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular