Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરરાવલ પોલીસ જૂગાર સ્થળે દરોડામાં ગઈ... પરંતુ કેસ કર્યા વગર પરત ફરી

રાવલ પોલીસ જૂગાર સ્થળે દરોડામાં ગઈ… પરંતુ કેસ કર્યા વગર પરત ફરી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલમાં બરફના કારખાના વિસ્તારમાં સ્થાનિક પોલીસ બે દિવસ પૂર્વે જૂગાર સ્થળની બાતમી મુજબ રેઈડ પાડવા ગઈ હતી પરંતુ પોલીસે વીલા મોઢે પરત ફરવું પડયું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દ્વારકા જિલ્લાના જામરાવલ બહાર પરા જિન વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં જૂગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે સ્થાનિક પોલીસ સ્થળ પર રેઈડ કરવા ગઈ હતી. પરંતુ જૂગાર સ્થળે પહોંચતા જ પોલીસ મુશ્કેલીમાં મૂકાઈ ગઇ હતી. કેમ કે જૂગાર રમતા વ્યક્તિઓમાં જીઆરડીમાં ફરજ બજાવતી યુવતી પણ સામેલ હોવાથી પોલીસ અવઢવમાં આવી ગઈ હતી. પોલીસ દ્વારા આ સમગ્ર મામલાનું ભીનું સંકેલી લેવાતા રાવલ પીએસઆઈ  વધુ એક વખત વિવાદોમાં આવી ગયા છે. જૂગારદરોડા અંગે અનેક તર્ક-વિર્તકો થઈ રહ્યા છે અને એવી પણ ચર્ચા થઈ રહી છે કે જીઆરડી મહિલાના કારણે પોલીસની આબરૂ જવાના ભયથી ખેલંદાઓ પાસેથી તોડ કરી જવા દેવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ થોડા દિવસ અગાઉ જ એક યુવાનને રાવલ પોલીસે વાક વગર માર મારી પૂરી દીધો હોવાના કિસ્સામાં પીએસઆઇને બદલે એક પોલીસ કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી હતી.

રાવલ પીએસઆઈ નિર્દોષ લોકોને હેરાન કરે છે અને દોષિતો પાસેથી તોડ કરી જવા દેવામાં આવતા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે પોલીસવડા શું પગલાં લે છે ? તે જોવાનું રહ્યું. જૂગાર દરોડામાં પોલીસ દ્વારા આબરુ સાચવવા ભીનું સંકેલી લેવામાં આવ્યું હતું. લોકો દ્વારા પોલીસવડા પાસેથી પીએસઆઈ વિરૂધ્ધ પગલાં લેવાની લોક માંગણી ઉઠી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular