Wednesday, July 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરના શખ્સ વિરૂધ્ધ પાસાનું શસ્ત્ર ઉગામતા પોલીસવડા

જામનગરના શખ્સ વિરૂધ્ધ પાસાનું શસ્ત્ર ઉગામતા પોલીસવડા

- Advertisement -

જામનગરના શરીર સંબંધી ચાર જેટલા ગુનાઓમાં સંડોવાયેલા એક શખ્સ વિરૂધ્ધ જામનગર જિલ્લા પોલીસવડા દ્વારા પાસાનું શસ્ત્ર ઉગામતા સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરાઇ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, શરીર સંબંધી ચાર જેટલા ગુનાઓમાં સંડોવાયેલા રાહીલ ઉર્ફે ગટુ હુશેન બ્લોચ નામના શખ્સ વિરૂધ્ધ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પાસા દરખાસ્ત તૈયાર કરવા એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા તથા સિટી બી ના પીઆઇ પી પી ઝાની સૂચના કરી હતી. જે અન્વયે સિટી બી પોલીસ સ્ટેશન દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજીસ્ટે્રટ બી.કે. પંડયા દ્વારાને મોકલતા જિલ્લા મેજીસ્ટે્રટ દ્વારા જામનગરના નવાગામ ઘેડમાં કબીરનગર શકિત માતાજીના મંદિર પાસે રહેતાં આરોપી રાહીલ ઉર્ફે ગટુ હુશેન બ્લોચ વિરૂધ્ધ પાસા વોરન્ટ ઈશ્યૂ કરી સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા હુકમ કરાયો છે.

પાસા વોરન્ટની બજવણી થતા પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વધુ કાર્યવાહી કરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular