Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરલેભાગુ તત્વોથી જામનગરવાસીઓને સતર્ક રહેવા અનુરોધ

લેભાગુ તત્વોથી જામનગરવાસીઓને સતર્ક રહેવા અનુરોધ

સરકારી નોકરીની લાલચ આપી પૈસાની માંગણી કરતી ખોટી એજન્સીઓથી સાવધ રહેવું : સરકારી નોકરી માટે કોઈપણ સંસ્થાની રકમની માંગણીને ન સ્વીકારવી

- Advertisement -

જામનગરવાસીઓને લેભાગુ તત્વોથી સતર્ક રહેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે. હાલ જાણમાં આવેલ છે કે, સરકારી નોકરીની લાલચ આપી અનેક સંસ્થાઓ પોતાની એજન્સી મારફત પૈસાની માંગણી કરી લોકોની છેતરપિંડી કરી રહી છે, ત્યારે આ અંગે સ્પષ્ટતા કરવાની કે સરકારી નોકરી માટે તદ્દન પારદર્શક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ સરકારી સેવામાં જોડાવાની તક પ્રાપ્ય બને છે. સરકારી કોઈપણ નોકરી માટે સરકાર દ્વારા કોઈપણ રકમની માંગણી કરવામાં આવતી નથી. ત્યારે કોઈપણ સંસ્થા દ્વારા સરકારી નોકરીની લાલચ આપી પૈસાની માંગણી કરવામાં આવે તો તેનાથી સાવધ રહી, આ માંગણીને ન સ્વીકારીને આવા લેભાગુ તત્વોથી દૂર રહેવું અને જરૂર પડ્યે તંત્રના ધ્યાને આ વાત મુકવા અનુરોધ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular