દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી નીલમબેન ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ચાલતી અને મહિલા પોલીસ કર્મચારીઓ સાથેની SHE TEAM દ્વારા કરવામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવે છે.
દેવભૂમિ દ્વારકામાં તાજેતરમાં પાલીતાણા-ભાવનગરથી દર્શનાર્થે આવેલા કેટલાક પરિવારજનોમાંથી એક વૃદ્ધ મહિલા પોતાના પરિવારજનોથી વિખુટા પડી ગયા હતા જે અંગે SHE TEAM ના પોલીસ સ્ટાફ દ્વારા જરૂરી કાર્યવાહી કરી, આ વૃદ્ધાનું પરિવારજનો સાથે મિલન કરાયું હતું.
આ કામગીરી પી.આઈ. પી.એ. પરમાર, પી.એસ.આઈ. યુ.બી. અખેડ તથા સ્ટાફના અજયસિંહ જાડેજા, ચેતનભાઈ, જ્યોતિબેન, જાગૃતીબેન વિગેરે દ્વારા કરવામાં આવી હતી.